सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ પર 'જલેબી'ના મીમ્સ વાયરલ

આજે સવારથી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પરિણામો આવવાના શરૂ થયા હતા, શરૂઆતી વલણોમાં કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કરી લીધો હતો

Jashu Bhai Solanki
  • Oct 8 2024 4:10PM
આજે સવારથી હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પરિણામો આવવાના શરૂ થયા હતા, શરૂઆતી વલણોમાં કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કરી લીધો હતો, પરંતુ જેમ જેમ બેલેટ પેપર બાદ ઇવીએમ મશીનો ખુલવાના શરૂ થયા તેમ તેમ ભાજપે પકડ બનાવી અને માત્ર 100 મિનીટની અંદર જ ભાજપે બાજી મારી લીધી હતી. જોકે, આ બધાની વચ્ચે જલેબીને લઇને ખુબ ચર્ચા ચાલી હતી. હવે આ જલેબી ટ્રેન્ડ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે, કેમકે હરિયાણામાં બાજી પલટાઇ ગઇ છે. કોંગ્રેસ નહીં પરંતુ ભાજપની સરકાર બની રહી છે. 

હરિયાણામાં મતોની ગણતરીએ એક રસપ્રદ વળાંક લીધો, એક્ઝિટ પૉલની આગાહીથી તદ્દન વિપરીત ઇન્ટરનેટ મીમ્સથી છલકાઈ ગયું અને સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત શબ્દ 'જલેબી' બની રહ્યો છે. 

'જલેબી' શબ્દ X પર ટૉપ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હરિયાણામાં એક રેલી દરમિયાન લોકપ્રિય ભારતીય મીઠાઇ 'જલેબી'ના સંદર્ભમાં પીએમ નરેન્દ્ર મોદી અને બિઝનેસમેન અદાણી અને અંબાણીની ટીકા કરી. ગાંધીએ સ્થાનિક જલેબીની પ્રશંસા કરી, રમૂજી રીતે સૂચવ્યું કે જાપાન અને અમેરિકા જેવા દેશો સહિત વૈશ્વિક સ્તરે તેની નિકાસ થવી જોઈએ.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार