सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાના મહિસાગર નદીમાં નહાવા પડેલા 3 યુવક ડૂબી જતાં મોત, પરિવારજનો શોકમાં ગરકાવ

આ ઘટનામા ચાર પૈકી ત્રણ યુવકના મૃતદેહને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો

યેશા શાહ
  • Jun 3 2024 3:05PM

ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મહિસાગર નદીમાં મજા માણવા નહાવા પડેલા ચાર મિત્રો પૈકી ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગળતેશ્વરમાં મહિસાગર નદીમાં અમદાવાદના 9 મિત્રો નહાવા માટે આવ્યા હતા, જો કે નહાવા પડેલા આ ચારેય મિત્રો અચાનક જ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તેમણે બચાવો બચાવોની બુમો પાડતાં સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા પણ ત્રણ યુવક ડુબી ગયા હતા જ્યારે તરવૈયાઓએ એક યુવકને બચાવી લીધો હતો. ત્રણેય યુવકના મૃતદેહને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો.

મૃતકોમાં અમદાવાદના વટવામાં રહેતો સુનિલ કુશવાહા અને ખોખરામાં રહેતા હિતેશ ચાવડા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જ્યારે ત્રીજા યુવકની ઓળખ થઇ રહી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार