सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, જૂની પેન્શન યોજના પર આવી શકે છે યોગ્ય નિર્ણય

2005 પહેલાના 70 હજારથી વધુ કર્મચારીઓને લાભ મળશે.

Jashu Bhai Solanki
  • Oct 6 2024 9:38AM
ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળનાર છે. મુખ્યમંત્રીનાં અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવી શકે છે. રજાનાં દિવસે બેઠક બોલાવતા અનેક રાજકીય તર્ક વિતર્ક સર્જાયા છે.

આજે રજાનાં દિવસે સાંજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. રજાનાં દિવસે કેબિનેટ બેઠક બોલાવાઈ છે. રજાનાં દિવસે બેઠક હોવાથી અનેક રાજકીય તર્ક વિતર્ક સર્જાયા છે. આ બેઠકમાં જૂની પેન્શન યોજના સહિતનાં પડતર મુદ્દાઓ કેબિનેટમાં લેવાશે. આવતીકાલે નરેન્દ્ર મોદીને જાહેર વહીવટીય ક્ષેત્રમાં 23 વર્ષ પૂરા થવા આવ્યા છે. 23 વર્ષનાં કાર્યક્રમોની ઉજવણીમાં આજે બેઠક બોલાવી હોવાનું પણ અનુમાન છે.

બેઠક પહેલા સરકારનાં પ્રવક્તાએ શું નિવેદન આપ્યું
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાનાર છે. જેના પહેલા રાજ્યના પ્રવક્તા મંત્રીએ ઋષિકેશ પટેલનું સકારાત્મક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કર્મચારી મહામંડળ અને સંલગ્ન મંડળો સાથે સકારાત્મક ચર્ચા થઈ છે. જે મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચર્ચા કરાયા બાદ વિવિધ નિર્ણયો લેવામાં આવશે.

મંત્રી ઋષિકેશ પટેલએ શું કહ્યું ?
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું કે, ''તમામ સંગઠનો સાથે સકારાત્મક બેઠક થઈ છે. જોબ ચાર્ટમાં વધારાના કામો પણ કરીશું અને નવા સૂચનો પણ કરીશું. હોદ્દેદારોએ સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે અને લેખિતમાં પણ બાબત સ્વીકારવાના છે. ત્યારે સકારાત્મક સૂર જોવા મળ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટમાં ચર્ચા કરી મંજૂરી મળતા જાહેરાત કરીશું. સાથો સાથ સકારાત્મક રીતે લઈ જાહેરાત કરી અમલવારી પણ કરીશું''.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार