सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત : સુરત-વડોદરા ટ્રેકની ફીશ પ્લેટ ખુલી, સમયસર ષડયંત્રનો પર્દાફાશ

રેલવે પ્રોટેક્શન ફોર્સ અને એન્જિનિયરિંગ કંટ્રોલ ઓફિસ દ્વારા તપાસ ચાલુ

Jashu Bhai Solanki
  • Sep 21 2024 11:12AM

ગુજરાતના સુરત નજીક વડોદરામાં કેટલાક આતંકી તત્વો દ્વારા રેલવે ટ્રેક સાથે છેડછાડનો મામલો સામે આવ્યો છે. તેની સમયસર ઓળખ કરવામાં આવી હોવાથી મોટા અકસ્માતને ટાળી શકાયો. 

સુરત નજીક વડોદરા જિલ્લામાં રેલ્વે ટ્રેક સાથે ચેડા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને રેલવે ટ્રેક પર મૂકી દીધી હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. પરંતુ ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટે કી-મેનસુભાષ કુમારને સમયસર એલર્ટ કરી દીધા હતા. આ ઘટના સવારે 05.24 વાગ્યાની છે.

માહિતી મળતાની સાથે જ સુભાષ કુમારે તાત્કાલિક પગલાં લીધા, તમામ સંબંધિત અધિકારીઓને ચેતવણી આપી અને ટ્રેનની રોકવાની સુચના આપી હતી. તે સમયે ટ્રેન નંબર 12910 આવી રહી હતી અને તેને લીલી ઝંડી બતાવ્યા બાદ રોકી દેવામાં આવી હતી. આ પછી, ટ્રેકના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ત્યારબાદ આ માહિતી તરત જ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને એન્જિનિયરિંગ કંટ્રોલ ઓફિસને મોકલવામાં આવી હતી. અને યોગ્ય તપાસ કરવા માટે વિનંતી કરી હતી. રેલવે ટ્રેક સમારકામ બાદ અંદાજિત 23 મીનીટ પછી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार