सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શિકેરનાં ખેડૂત જીગરભાઈ દેસાઈને શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ પ્રાપ્ત થયો.

નવસારી કૃષિ યુનિ.માં 20મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો.

તેજસ વશી
  • Jan 8 2025 6:03PM
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 20મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજી, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જીણાભાઈ પટેલ, ડૉ. અભયકુમાર વ્યાસ (વાઈસ ચાન્સેલર,કૃષિ યુનિવર્સિટી,કોટા રાજસ્થાન) ડૉ. તૈમૂર અલાવત (નિર્દેશક, સંશોધન અને ડીન) ડૉ. આર. એમ. નાયક (ડીન, કૃષિ ફેકલ્ટી),તેમજ અન્ય નવસારી કૃષિ યુનિવર્સિટી ના વિવિધ વિભાગ,કૉલેજ ના ડીન તેમજ વિદ્યાર્થી અને ખેડૂત પુત્ર ની હાજરી માં યોજાયો હતો
આ સન્માન સમારોહમાં, દક્ષિણ ગુજરાત માં ઉત્કૃષ્ટ ખેતી કરતા ખેડૂતને  શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડ આપવામાં આવે છે, જેમાં શ્રેષ્ઠ પુરુષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અરજી કરી હતી,નવસારી કૃષિ યુનિવર્સિટી ની પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવેલ શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ ઓવિયાણ ના રેહવાસી અને વાલોડ તાલુકાના શિકેર ગામે ખેતી ધરાવતા આજાજી ઓર્ગેનિક ફાર્મના ખેડૂત જીગરભાઈ દેસાઈને આ એવોર્ડ માટે શ્રેષ્ઠ પુરુષ ખેડૂત માટે પસંદ કરવામાં આવ્યા હતા,આ એવોર્ડ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી ના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં આચાર્ય દેવવ્રતના હસ્તે શાલ અને મોમેન્ટો સાથે, 25000નું રોકડ ઇનામ પણ મળ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार