सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

‘મે આતિશી ઇશ્વરકી શપથ લેતી હું’.... આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

દિલ્હીને મળ્યા ત્રીજા મહિલા મુખ્યમંત્રી, આવનારી ચૂંટણી સુધી આતિશી કાર્યભાળ સંભાળશે

Jashu Bhai Solanki
  • Sep 21 2024 4:43PM

અરવિંદ કેજરીવાલને લિકર કેસમાંથી જામીન મળ્યા બાદ દિલ્હી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ આતિશી દ્વારા નવી સરકાર બનાવવા ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, તેને અનુસંધાને આજે 04.30 વાગ્યે આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રાજનિવાસમાં ઉપરાજ્યપાલની હાજરીમાં શપથ લીધા હતા.   

તેમની સાથે કેબિનેટમાં સામેલ થયેલા મંત્રીઓ ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને મુકેશ અહલાવત પણ શપથ લઈ રહ્યા છે.

 મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બની, તે પહેલા સુષ્મા સ્વરાજ અને શિલા દિક્ષીત દિલ્હીના મહિલા મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

 સલાહકારથી મુખ્યમંત્રી સુધીની સફર 

 આતિશી 4 વર્ષ પહેલા ધારાસભ્ય બન્યા હતા. તેણીએ જુલાઈ 2015 થી એપ્રિલ 2018 સુધી શિક્ષણ વિભાગમાં મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું હતું. આતિશીએ માત્ર 2015ના ખંડવા જળ સત્યાગ્રહમાં ભાગ લીધો ન હતો, પરંતુ તેણે કાયદા સામે પણ લડત આપી હતી. 2020ની ગોવાની ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીએ તેમને રાજ્યના પ્રભારીની જવાબદારી પણ સોંપી હતી જ્યાં પાર્ટી બે બેઠકો જીતવામાં સફળ રહી હતી.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें