सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gujarat: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ હિંમતનગરથી પ્રારંભ કરાવશે ટેકાના ભાવે ખરીદી

મગફળી, સયાબીન, અડદ, મગ વગેરેના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે

Jashu Bhai Solanki
  • Nov 11 2024 10:37AM

રાજ્યના 160 થી વધું કેન્દ્ર પર આજથી ટકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. મગફળી, સોયાબીન, અડદ, મગ વગેરેની ખરીદી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી પ્રારંભ કરાવશે. આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

અત્યાર સુધીમાં રાજ્યના 3,29,552 ખેડુતોએ નોંધણી કરાવી છે. મગફળીની સાથે મગ, અડદ. સોયાબીન વગેરેની પણ ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મગફળીના 1356 રુ. જાહેર કરવામાં આવ્યા છે. ઓપન માર્કેટમાં ખેડુતોને સરેરાશ ભાવ 1100 થી 1200 મળી રહ્યા છે જેના કારણે ખેડુતો ટેકાના ભાવે વેચાણ માટે વધુ રસપ્રદ છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂ. ૭,૬૪૫ કરોડના મૂલ્યની ૧૧.૨૭ લાખ મેટ્રિક ટન મગફળી, રૂ. ૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની  ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા મગ, અડદ, સોયાબીનની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોઇ પણ ખેડુત બાકી ન રહી જાય તેમની કાળજી રાખવામાં આવશે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार