सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજપીપલા સરદાર ટાઉનહોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ

સ્વચ્છતા લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે – જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવી

શૈશવ રાવ નર્મદા
  • Oct 2 2024 5:41PM
પ્રર્યટનના વિકાસ, રોજગારીની નવી તકોનું સર્જન અને નવા રાષ્ટ્રના નિર્માણમાં સ્વચ્છતા મહત્વનું પરિબળ – નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

મહાનુભાવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ અવસરે સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પી

સ્વચ્છતાના રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં પોતાની સહભાગીદારી નોંધાવવાના સામુહિક શપથ લેતા નગરજનો

તા. ૦૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના દિવસે સ્વચ્છ ભારત મિશનના શુભારંભના ૧૦ વર્ષ પૂરા થવાના ભાગરૂપે સરદાર ટાઉનહોલ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ  ભીમસિંહ તડવીના અધ્યક્ષસ્થાને તેમજ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ભીમસિંહ તડવીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશનએ સ્વચ્છતા માટેનો સૌથી મહત્વપૂર્ણ જનઆંદોલન સાબિત થયો છે. સ્વચ્છતા લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન થકી દેશ સહિત નર્મદા જિલ્લાના ખૂણે-ખૂણે વસતા નાગરિકોમાં સ્વચ્છતાની જ્યોત જાગી છે.  

નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાને કેન્દ્રસ્થાને રાખીને સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. નર્મદા જિલ્લામાં લોકોના સ્વાસ્થ્યને નિરોગી રાખવા માટે સ્વચ્છતા જ મૂળ મંત્ર છે. સ્વચ્છતા અભિયાનએ સ્વચ્છ અને સ્વસ્થ સમાજનો દાખલો બેસાડવા માટેનું એક માધ્યમ છે. સ્વચ્છ અને હરિયાળા ગામડાઓમાં પ્રવાસનને વેગ આપવા, રોજગારીની નવી તકોનું સર્જન કરવા સહિત નવા રાષ્ટ્રના નિર્માણ માટે સ્વચ્છતા પણ મહત્વનો ભાગ ભજવે છે. 

ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે. જેને અનુલક્ષીને સ્વચ્છતા હી સેવા પોર્ટલમાં તમામ સ્તંભોમાં સૌથી વધુ જનભાગીદારી દર્શાવનાર તેમજ સૌથી વધુ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ પૂર્ણ કરનાર, સફાઈ મિત્ર શિબિરો પર શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાઓ અને સીટીયુ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા દીઠ ત્રણ શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્વચ્છતા ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને પણ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. 

કાર્યક્રમ દરમિયાન સૌ નગરજનોએ નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાલક્ષી પ્રેરક સંવાદને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું. વધુમાં નગરજનોએ સ્વચ્છતાલક્ષી શોર્ટફિલ્મ નિહાળીને સ્વચ્છતાના સામુહિક શપથ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ પૂર્વે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓએ ગાંધીચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કરી હતી. જે બાદ સરદાર ટાઉન હોલ ખાતે મહાનુભાવોએ શ્રમદાન થકી સરદાર ટાઉન હોલના ગાર્ડનની સફાઈ કરીને સ્વચ્છતાનો પ્રેરક સંદેશો પાઠવ્યો હતો. 

આ કાર્યક્રમમાં રાજપીપલાના નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, જિલ્લાના અગ્રણી  વિક્રમભાઈ તડવી, પંચાયતના સભ્યો, સ્થાનિક હોદ્દેદારો, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ભૂમિકાબેન રાઉલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  જે. કે. જાદવ, નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલભાઈ ઢોડિયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार