सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ડાકોર મંદિરના પ્રસાદ વિવાદ બાબતે અમૂલનો ખુલાસો : ભેળસેળનો દાવો કરનાર સામે અમૂલની કાર્યવાહી

ડાકોર રણછોડરાય મંદિરમાં પ્રસાદની ગુણવત્તાને લઈ ઉઠેલા સવાલ મામલે અમૂલે કર્યો ખુલાસો

યેશા શાહ
  • Sep 27 2024 12:36PM

તિરુપતિ મંદિરના પ્રસાદ પર ઉઠેલા સવાલો બાદ હવે ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં પ્રસાદની ગુણવત્તાને લઈ મંદિરના જ પૂજારીએ સવાલ ઉઠાવ્યા છે. મંદિરનો પ્રસાદ બગાડી જતો હોવાનો દાવો સાથે આ બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા સમગ્ર મામલે વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે ગુરુવાર ના રોજ ડાકોર રણછોડરાય મંદિરમાં લાડુના પ્રસાદમાં વાપરવામાં આવતા અમૂલ ઘી બાબતે અમૂલે ખુલાસો કર્યો છે.

આણંદ અમુલ ડેરી ખાતે ગુરૂવારના રોજ બપોરના ત્રણ કલાકના સુમારે પત્રકાર પરિષદને અમૂલના ચેરમેન વતી સંબોધન કરતા અમૂલના MD ડૉ.અમિતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ગઈકાલે અમૂલ ઘી બાબતે ડાકોર મંદિરના પૂજારી આશિષભાઈ સેવક દ્વારા ખોટા આક્ષેપો નો વિડીયો વાયરલ કરવામાં આવેલ છે. તેમણે વિગતે જણાવેલ કે દસ દિવસ પહેલાં તિરૂપતિ બાલાજી મંદિર (આંધ્ર પ્રદેશમાં) વપરાતા ધીમાં ભેળસેળ થાય છે તે બાબતથી આપ સૌ જાણકાર હશો, ત્યાં અમૂલનું ઘી વપરાતું નથી તેમ છતાં કોઈ વ્યક્તિ દ્વારા ટ્વીટર એક્સ પર અમૂલ ઘી વિશે ખોટા આક્ષેપો કરેલા છે અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા કાનૂની કાર્યવાહી એફ.આઇ.આર સાયબર કાઈમમાં કરવામાં આવેલ છે.

ડાકોર મંદિરના પૂજારી આશિષ સેવક દ્વારા અમૂલ ઘી પર આક્ષેપો કરતો વિડીયો વિશે જાણ થઈ.... આ આક્ષેપોને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું અને ગંભીરતાથી જણાવું છું કે અમૂલ ધીની ગુણવત્તા સામે ખોટા આક્ષેપો સહન નહીં કરી લેવાય કારણ કે આ ૩૬ લાખ પશુપાલકોની વિશ્વની નંબર એક ખાધ્ય બ્રાન્ડ છે. જેના પર સર્વેની જીવિકા આધારિત છે. તેમણે અમૂલ ઘી ના ઉત્પાદન વિશે વાત કરતા કહ્યું હતું કે અમૂલ ધી ફક્ત ગાય અને ભેંસના દૂધમાંથી જ બનાવવામાં આવે છે. દૂધની ખરીદી કર્યા બાદ ગેસ ક્રોમેટોગ્રાફીમાં ચકાસણી કર્યા બાદ આ દૂધમાંથી ક્રીમ કાઢીને આધુનિક પ્લાન્ટમાં ઘી તૈયાર કરવામાં આવે છે. જે ભારતના એફ.એસ.એસ. એ.આઈ.ના ધારાધોરણો પ્રમાણે હોય છે . તેમણે વધુ ઉમેર્યું હતું કે ગ્રાહકોની સલામતી અમારી પ્રાથમિકતા છે અને અમૂલ ઘી ભારત ઉપરાંત વિદેશોમાં પણ ખૂબ જ માંગ ધરાવે છે.

આશિષ સેવક દ્વારા કરવામાં આવેલ આક્ષેપો પાયા વિહોણા, તકવાદી તેમજ સ્વાર્થરૂપી અને અમૂલ બ્રાન્ડને બદનામ કરવા માટે કરાયા છે, જે હું ચેરમેન વતી સ્પષ્ટ શબ્દોમાં વખોડી નાખું છું અને તેમની સામે કાનૂની પગલાં લેવાનું પણ નક્કી કરેલ છે. તેમ અંતમાં જણાવ્યું હતું .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार