सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા : શનિદેવની મૂર્તિને કરવામાં આવી ખંડિત

આ ઘટનાને લઈ ખેડા એસપી રાજેશ ગઢીયા દ્વારા મંદિરની મુલાકાત લેવામાં આવી

યેશા શાહ
  • Sep 19 2024 2:11PM
યાત્રાધામ ડાકોર નજીક આવેલા શનિદેવના મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ ને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોર ઉમરેઠ રોડપર પુલ્હાઆશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમા મોડી રાત્રે આ ઘટના બની હતી. કોઈ અસામાજિક તત્વ દ્વારા મૂર્તિ ને ખંડિત કરવામાં આવી. વહેલી સવારે પૂજારી પૂજા કરવા મંદિરે પહોંચતા મૂર્તિ ખંડિત જોતા  સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

આ ઘટનાની ડાકોર પોલીસને જાણ થતા ડાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસમાં માલૂમ પડેલ કે શનિદેવની મૂર્તિને ખંડિત કરી દાન પેટી ની પણ ચોરી કરવામાં આવી.

મંદિર ટ્રસ્ટીઓના જણાવ્યા પ્રમાણે દાન પેટીમાં નથી હોતી વધારે ભેટ, દાનપેટીમાં આશરે હજાર રૂપિયા હોવાની ટ્રસ્ટીઓએ પોલીસને માહિતી આપી હતી.

આ ઘટનાને લઈ ખેડા એસપી રાજેશ ગઢીયા દ્વારા મંદિરની મુલાકાત લેવામાં આવી, મંદિરના ટ્રસ્ટ દ્વારા ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરાઈ, છે એલ.સી.બી, એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार