હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે.
ભારે વરસાદની આગાહી
આજે રાજ્યના અમદાવાદ તેમજ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.3 ઓક્ટોબર સુધી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.
આજે રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, જુનાગઢ, મોરબી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 33 મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, સુરત સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.