सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ફસાયેલા જાત્રાળુઓને સ્મૃતિ ભેટ તરીકે ઘડિયાળ અને મહાદેવજી ની પ્રસાદી આપી રવાના કરતા પશુપાલન મંત્રી સહિતના અધિકારીઓ

તમિલનાડુ રાજ્ય થી ભાવનગર ખાતે આવેલ કોળીયાક નિષ્કલંક મહાદેવ ના દર્શનાર્થે પધારેલ યાત્રિકોને રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા ઘડિયાળ તથા મંદિરનો પ્રસાદ વિતરણ કરાયો

સિદ્ધાર્થ ગોઘારી
  • Sep 30 2024 6:03PM
થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ભાવનગરના કોળીયાક નિષ્કલંક મહાદેવ ખાતે દર્શનાર્થે પધારેલ તમિલનાડુ થી 29 જેટલા યાત્રાળુઓને લઈને જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી વધુ પાણી પસાર થતા ડ્રાઇવર સાઈડનો ભાગ એટલે કે આગળનો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને 29 જેટલા યાત્રાળુઓ પાણીમાં ફસાયા હતા.જેમાં મીરા કુંજ સ્ટાફ અને કોળીયાક ગામના કોળી તથા મુસ્લિમ સમાજના ભાઈઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા સાથે મળીને તથા મંત્રી પરસોતમભાઈ સોલંકી તેમજ દિવ્યેશભાઈ સોલંકી સતત સંપર્કમાં રહીને તે લોકોને હેમખેમ રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓની રહેવાની જમવાની વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

 તેઓનું મેડિકલ તપાસણી પૂર્ણ થયા બાદ તમામ યાત્રાળુઓને તમિલનાડુ જવા રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરી મોકલવામાં આવી રહ્યા છે ત્યારે મંત્રી પરસોતમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકી  દ્વારા તેઓને એક ઘડિયાળ તથા નિષ્કલંક મહાદેવ મંદિર નો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.આ તકે યાત્રાળુ એ પણ મંત્રીશ્રીનો તથા વહીવટી તંત્રનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો તથા મંત્રીશ્રીની કામગીરીને બિરદાવી તેઓને આશીર્વાદ પણ આપ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार