सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

“વ્યારા ખાતે આદિજાતી રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને 'સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ

“સફાઇ કરવી મારી જીદ્દ નહીં,મારી આદત છે” ની સુંદર પંક્તિ દ્વારા સ્વચ્છતાનું મહત્વ સમજાવતા રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ

વિકાસ શાહ
  • Oct 2 2024 5:32PM

આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઓડિટિરિયમ હોલ વ્યારા ખાતે “સ્વચ્છ ભારત  દિવસ-૨૦૨૪”ની ઉજવણી કરવામાં આવી હતી.

  દેશના વડાપ્રધાન દ્વારા શરુ કરેલ અભિયાન અને ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર ૨૦૨૪  સુધી સ્વચ્છતા  હી સેવા ૨૦૨૪ હેઠળ સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છ્તા પખવાડિયા તેમજ ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત મિશનને ૧૦ વર્ષની ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છ ભારત દિવસની કરવામાં આવી  રહી છે.

 આ પ્રંસગે રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત- સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વચ્છતાના આ મહા અભિયાનમાં જોડાઈ સૌને સાથે મળી કુટુંબ સમાજ અને રાજ્યને સ્વચ્છ બનાવી સ્વસ્થ અને સમૃધ્ધ રાષ્ટ્રનું ઘડતર કરવા સંકલ્પબધ્ધ થવા અને ગાંધીજીના વિચારોને કાયમ જીવંત રાખવા માટે અનુરોધ કર્યો હતો.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બેસ્ટ સી.ટી.યુ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર,બેસ્ટ તાલુકા,બ્રાન્ડ એમ્બેસેડર, સ્વચ્છતા ચેમ્પિયન,શ્રેષ્ઠ ગ્રામ પંચાયત,પોસ્ટર કોમ્પિટિશન,વેસ્ટ ટુ બેસ્ટ કોમ્પિટિશન,શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, બેસ્ટ એમ્પ્લોય એવોર્ડ, સ્વચ્છ ફૂડ કોમ્પિટિશન,  કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સ્વચ્છતા કર્મીઓને માહાનુભાવોના હસ્તે એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार