રાજપીપલા ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન નો વિરોધ કરાયો, સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ની હાજરીમાં ધરણા કાર્યક્રમ યોજાયો
તાજેતરમાં અમેરિકામાં પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનામત વિરોધી નિવેદન કરી SC/ST અને ઓબીસી સમાજ વિરૂદ્ધ કોંગ્રેસની માનસિકતા જાહેર કરી છે
તાજેતરમાં અમેરિકામાં પ્રવાસ દરમ્યાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનામત વિરોધી નિવેદન કરી SC/ST અને ઓબીસી સમાજ વિરૂદ્ધ કોંગ્રેસની માનસિકતા જાહેર કરી છે, ત્યારે અનામત વિરોધી કોંગ્રેસને ખુલ્લી પાડવા માટે સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડન રાજપીપલા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી જિલ્લા કક્ષાના ધરણા વિરોધ પ્રદર્શન નોંધાવ્યો!
બાબા સાહેબને કોંગ્રેસના તે સમયના નેતાઓએ દબાવીને રાખવાનું કામ કર્યુ હતું. બાબા સાહેબની નીડરતાના કારણે જ OBC, ST અને SC સમાજના ઉત્થાન માટે બંધારણમાં અનામતની જોગવાઈઓ થઈ. કોંગ્રેસના ચાવવાના અને દેખાડવાના દાંત જુદાં-જુદાં છે. બીજી તરફ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અનામતની તરફેણમાં જ છે.
દેશમાં પારદર્શક વહીવટ થઈ રહ્યો છે. ગરીબ સમાજનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. ‘સહુનો સાથ અને સહુનો વિકાસ’ એ મૂળમંત્ર લઈને ભાજપ ચાલે છે. બીજી તરફ આજે અનામત વિરોધીઓ અપ પ્રચાર કરી રહ્યા છે. ખોટો પ્રચાર કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રાહુલ ગાંધી જેવાં રાષ્ટ્રવિરોધી નેતાઓ અનામતનો વિરોધ કરી રહ્યા છે. ચોર શાહુકારને દંડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે કાઉન્ટર કરવાની આપણા બધાંની જવાબદારી છે.
ધરણાંના કાર્યક્રમમાં નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી નીલકુમાર રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, હર્ષદભાઈ વસાવા, શંકરભાઈ વસાવા, અનિરુદ્ધસિંહજી ગોહિલ, શ્રી સુરેશભાઈ વસાવા, શ્રેયાંશભાઈ, માજી પંચાયત જિલ્લા પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, શ્રવણભાઈ તડવી, મહેશભાઈ તડવી, જગદીશભાઈ, સંકેતભાઈ, ડો.ધવલભાઈ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प