सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આજનું હવામાન : ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, જાણો ક્યાં વિસ્તારમાં પડી શકે છે વરસાદ

હવામાંન વિભાગની આગાહી અનુસાર ઓક્ટોમ્બર મહિનામાં ચોમાસુ વિદાય લઇ શકે છે.

Jashu Bhai Solanki
  • Sep 19 2024 10:36AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં બફારાનો અનુભવ થાય તેવી શક્યતા છે. ગુજરાત : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં બફારાનો અનુભવ થાય તેવી શક્યતા છે.

બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરુ થઈ શકે છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની શક્યતાઓ વધારે છે. આ ઉપરાંત ચારથી પાંચ દિવસ સુધીમાં બે થી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે. તો ઓક્ટોમ્બર મહિનામાં ચોમાસુ વિદાય લઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

 જાણો રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

 હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા, નર્મદા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમરેલી, ખેડા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ પોરબંદર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार