सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજપીપલા હરસિદ્ધિ માતાના મંદિરે સાતમા નોરતે રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવાર મહાઆરતી યોજાઈ

હરસિદ્ધિ માતા રાજપીપલાના મહારાજા ગોહિલ પરિવારની કુળદેવી ગણાય છે.

શૈશવ રાવ નર્મદા
  • Oct 10 2024 4:13PM
રાજપૂત યુવાનો તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી 


300 કિલોથી વધુ ફૂલોથી માતાજી ના ચરણ ની આકૃતિ બનાવીતલવાર મહાઆરતી કરવામાં આવી હતી

તલવાર આરતી જોવા હકડેઠઠ ભીડ જામે છે પૂરતો પોલીસ બન્દોબસ્ત ગોઠવાયો છે 


રિયાસાતી રાજવીનગરી રાજપીપલાના મહારાજા ગોહિલ પરિવારની કુળદેવી ગણાતી માં હરસિદ્ધિના મંદિરે આજે સાતમા નોરતે રાજપૂત સમાજના 200 રાજપૂત યુવાનો દ્વારા તલવાર મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા અનેભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા ભારે ઉત્સાહ પૂર્વક આ તલવારી, આરતીનું ભવ્ય આયોજન કરાયું હતું



રિયાસતી રાજવી નગરી રાજપીપલામાં રાજવી મહારાજાઓની હરસિદ્ધિ માતા કુળદેવી ગણાય છે  તેથી રાજપુત સમાજ સહીત નગરજનો ને હરસિદ્ધિ માતા પ્રત્યેક અગાધ શ્રદ્ધા હોઈ રાજપૂત સમાજ તલવાર આરતી દ્વારા માતાજીની આરાધના કરાઈ હતી.

આ પ્રસંગે મહારાણી રુકમીણી દેવી,યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ,રાજવી પરિવાર સહીત રજપૂત સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં 
સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતના નર્મદા જિલ્લા સહિત વડોદરા, સુરત, , ભરૂચ,, છોટાઉદેપુર,ના 200રાજપૂત યુવાનોએ એક મહિનાની તાલીમ લીધા પછી પ્રેક્ટિસ બાદ તલવારબાજીના દિલધડક કરતબો કરી માતાજીની આરાધના કરી હતી. 

 આ તલવાર મહા આરતીમાં 300 કિલોથી વધુ ફૂલોથી માતાજી ના ચરણ  ની આકૃતિ બનાવી તલવાર મહાઆરતી કરવામાં આવી હતી.

હરસિધ્ધિ માતાજીના મંદિરે સમસ્ત રાજપુત સમાજ ગુજરાતના ૫૦૦થી વધું રાજપુત યુવાનો સાંજે  નટવરનિવાસથી માતાજીની પાલખી સાથે શોભા યાત્રા
કાઢી હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યાં હતાં.ત્યાર બાદ સાંજે 200જેટલાં રાજપૂત યુવાનોએ તલવાર મહાઆરતી કરી હતી.

પારંપરીક રાજપૂત લીબાસમાં સજ્જ થઈને તલવાર આરતી કરી હતી જે લોકઆકર્ષણનું કેન્દ્ર બની હતી. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તલવાર મહાઆરતી જોવા હકડેઠઠ  ભીડ  ઉમટી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार