सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદ : ચોરાઈ ગયેલ અલગ અલગ કંપનીના મોબાઇલો સાથે ૧ ઇસમને ઝડપી પાડતી LCB

પોલીસે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઈ રૂ. ૯૪.૩૯૪ નો મુદ્દામાલ કબજે કર્યો

યેશા શાહ
  • Oct 18 2024 4:57PM
ગઇ તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ મહેમદાવાદ તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના સુમારે મહેમદાવાદ, રેલ્વે સ્ટેશન પાસે આવેલ પુજા મોબાઇલ ફોનની દુકાનના નકુચાવાળી દુકાન તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અલગ અલગ કંપનીના મોબાઇલો કિ.રૂ.૯૪,૩૪૦/-ની મત્તાની ચોરી કરી લયા બાબતે ફરીયાદીએ મહેમદાવાદ પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૦૪૦૪૧૨૪૦૯૯૭/૨૦૨૪ BNS કલમ-૩૩૧ (૪), ૩૦૫ (એ) મુજબનો ગુનો નોંધાવેલ હતો. સદર મિલ્કત સબંધી ઘરફોડનો ગુનો શોધી કાઢવા સારૂ પોલીસ મહાનિરિક્ષક  જે.આર.મોથલીયા, અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર.વેકરીયા, એલ.સી.બી. શાખા નાઓની રાહબરી હેઠળ પો.સ.ઈ. એસ.જી.પટેલ એલ.સી.બી. શાખાનાઓની આગેવાનીમાં એલ.સી.બી.ની ટીમ બનાવી ગુનો શોધવાની કામગીરીમાં ટેકનીકલ વિંગની મદદ લઇ ગુન્હા સંશોધનની કામગીરી હાથ ઘરવામાં આવેલ.

જે કામગીરી દરમ્યાન બનાવવાળીએ પ્રાપ્ત CCTV ફુટેઝ મેળવવામાં આવેલ અને ટીમો દ્વારા બારીકાઇથી CCTV તપાસવામાં આવેલ જેમાં શંકાસ્પદ લાગતા તમામ ઇસમોને યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરવામાં આવેલ દરમ્યાન ટેકનીકલ કલુ મળતા તે દિશામાં તપાસ હાથ ઘરવામાં આવેલ અને ગુજરાત સરકારશ્રીના eGujCop માંથી શંકાસ્પદ ઇસમની હકિકત સરખાવી આ દિશા તરફ ટીમ દ્વારા તપાસ હાથ ઘરવામાં આવેલ અને શંકાસ્પદ ઇસમ મંજુરીના વ્યવસાય સાથે સંકાળયેલ હોવાનુ જણાતા મહેમદાવાદ ,નડીયાદ બસ સ્ટેશન તથા જાહેર જગ્યાઓ પુછપરછ કરવામાં આવેલ અને તે તપાસ દરમ્યાન PC કુલદિપસિંહ હેમુભાઇ તથા PC ચૈતન્યકુમાર મહેન્દ્રભાઇ નાઓને બાતમી મળેલ કે ડભાણ ચોકડી ખાતે એક શંકાસ્પદ ઇસમ કાપડની થેલીમાં રાખેલ બોક્ષ સાથે ઉભો છે જેની પંચોની હાજરીમાં ધોરણસર પુછપરછ કરતા પોતે પોતાનુ નામ જગદિશભાઇ ઉર્ફે વિજય સ/ઓ શનાભાઇ ઝાલા રહે.સમસપુર, ઝાલાપરા, ખોડીયાર માતાવાળું ફળીયું, ખેતરમાં તા.મહેમદાવાદ જી.ખેડા હોવાનું જણાવેલ. સદર ઇસમ પાસેની કાપડની થેલી લઇ તપાસ કરતા થેલીમાંથી અલગ-અલગ કંપનીના કુલ-૮ મોબાઇલ ફોન બોક્સ સાથે મળી આવેલ તથા સદરી ઇસમના શર્ટના ખીસ્સામાંથી કુલ-૩ મોબાઇલ ફોન મળી કુલ નંગ-૧૧ મોબાઇલ ફોન મળી આવેલ સદર મોબાઇલો બાબતે બીલ/માલીકી સબંધી તેમજ યુક્તી પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે ચોરી કરેલાની કબુલાત આગળની વધુ કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार