सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણવિદ ડૉ. કુલીનચંદ્ર યજ્ઞાનિકનું ૯૭ વર્ષની વયે નડિયાદ ખાતે નિધન

જિલ્લા વહીવટી તંત્ર વતી અધિક નિવાસી કલેકટરશ્રી દ્વારા રૂબરૂ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

કામાક્ષી પ્રચેત મેહતા
  • Jul 27 2024 2:30PM
ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણશાસ્ત્રી ડૉ. કુલીનચંદ્ર યજ્ઞાનિકનું આજરોજ નડિયાદ ખાતે ૯૭ વર્ષની વયે નિધન થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર વતી અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોષી અને નડિયાદ પ્રાંત અધિકારી શ્રી કલ્પેશ સુવેરા દ્વારા શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકની અંતિમયાત્રામાં પહોચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટીના સ્થાપક શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિકે વર્ષો સુધી નડિયાદની ઝઘડિયા પોળમાં પોતાના નિવાસસ્થાને રહીને ખેડા જિલ્લાના જ્ઞાન પિપાસુઓ તથા વહીવટી તંત્રને વખતોવખત પોતાનું અમૂલ્ય અનુભવપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતના રાજ્યપાલશ્રી દ્વારા જેઓને ડીલીટની માનદ્ પદવી એનાયત કરવામાં આવી હતી તેવા શ્રી યાજ્ઞિકની આજરોજ ઓચિંતિ વિદાય અંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે દુઃખ વ્યક્ત કર્યું હતું.

 "વહીવટની વાતો" પુસ્તક લખનાર ડૉ. યાજ્ઞિકના નિધનથી ખેડા જિલ્લા સહિત રાજ્યને તથા દેશને એક બહુ મોટી ખોટ પડી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार