ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આગામી 29 સપ્ટેમ્બરના રોજ યોગ શિબિર યોજાશે
આ શિબિરમાં લોકોને આસન, યોગ અંગે માહિતગાર કરી લોકો કેવી રીતે હૃદય તકલીફમાંથી બહાર આવી શકશે એની માહિતી પૂરી પાડશે
નડિયાદ ખેડા જિલ્લામાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યુગનું કાર્ય ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે જેના ભાગરૂપે આગામી 29 સપ્ટેમ્બરના રોજ હૃદય દિવસ (વર્લ્ડ હાર્ટ દિવસ) નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે સવારે ૬ થી ૮ દરમ્યાન યોગ શિબિર અને સંવાદનું આયોજન કરવામાં આવનાર છે.
આજના સમયમાં હૃદયની તફલિફથી ઘણા લોકો હેરાન-પરેશાન છે, ત્યારે નડિયાદ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના યોગ શિબિરમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન જાતે ઉપસ્થિત રહી લોકોને આસન, યોગ અંગે માહિતી આપી લોકો કેવી રીતે આ તકલીફમાંથી બહાર આવી શકશે એની માહિતી પૂરી પાડશે, જેથી આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प