सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત પોલીસને સલામ, 10 મહિનામાં ગુમ થયેલા 400 લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ટેકનિકલ રિસોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવી અલગ અલગ ટીમો બનાવી સઘન શોધખોળ અભિયાન ચાલાવવામાં આવ્યું

Jashu Bhai Solanki
  • Nov 8 2024 3:12PM

તાજેતરમાં વલસાડ જિલ્લામાં પોલીસની એક ઉત્તમ કામગીરી સામે આવી છે. તમને જણાવી દઇએ કે છેલ્લા 16 વર્ષથી લાપતા બાળકો સહિત પુખ્ત વ્યકિતઓને શોધી પરિવાર સાથે મિલાપ કરવા માટે વલસાડ પોલીસ જાણીતી છે. આ ખાસ અભિયાન ‘MILAAP- Mission For Identifying & Locating Absent Adolescents & Persons’ અંતર્ગત વલસાડ પોલીસ દ્વારા ૧૦ મહિનામાં ૪૦૦ વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવી આ તમામ ઘરોમાં સ્મિતને પુન:જીવીત કર્યુ છે.

ગુમ કે અપહરણ થયેલા વલસાડ જિલ્લાના નાગરીકો પૈકી મળી આવેલ 400 વ્યક્તિઓમાં 76 સગીરા અમે 36 બાળકો મળી 18 વર્ષથી નાના 112 બાળકોનો સમાવેશ થાય છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસે લાપતા કે અપહરણ થયેલા વ્યક્તિને શોઘી કાઢવામાં શરુ કરેલા અભિયાનની પ્રસંશા કરી હતી.

આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની સુચનાથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગર્શન હેઠળ જાન્યુઆરી-2024 થી શરુ કરવામાં આવેલા આ મિશન મિશન મિલાપ અંતર્ગત વલસાડ જિલ્લા એમ.ઓ.બી શાખા દ્વારા ૧૬ વર્ષથી ગુમ કે અપહરણ થયેલા બાળકો-વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યાર બાદ જે તે સમયની તમામ જુની ફાઇલો ઓપન કરી સંલગ્ન પોલીસ મથકના અમલદારો સાથે કેસની ચર્ચા કરીને શોધખોળ માટે સંવેદના સાથે કામગીરી શરુ કરી.

આ અભિયાનમાં જાન્યુઆરીથી ઓક્ટોબર 2024 સુધી 10 માસ દરમિયાન ટુંકા ગાળામાં ગુમ થયેલા કુલ 112 બાળકો સહિત 182 મહિલા, 106 પુરુષ તેમજ 288 પુખ્ત વ્યક્તિઓને મળીને કુલ 400 લોકોને શોધી કાઢવામાં વલસાડ પોલીસને સફળતા મળી છે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार