सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ ૨૦૨૪ ઉજવણીના આયોજન માટે બેઠક યોજાઈ

કલેક્ટર સહિત તમામ ઉચ્ચ અધિકારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી

યેશા શાહ
  • Oct 8 2024 4:02PM
"નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે વિકાસ સપ્તાહ ૨૦૨૪ ઉજવણીના આયોજન માટે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર દ્વારા જિલ્લા કરવામાં આવનાર કાર્યક્રમો અને કામગીરીના આયોજન બાબતે માર્ગદર્શક સુચનો આપ્યા હતા. તથા કલેકટર સહિત જિલ્લા વહિવટીતંત્રના તમામ અધિકારીઓ દ્વારા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ વિકાસ સપ્તાહ ઉજવણી અતર્ગત યોજાનાર યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, પોષણ દિવસ સહિતના થિમેટીક દિવસો, વિકાસ પ્રદર્શન, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગીતા, પ્રાકૃતિક કૃષિ, , વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિકાસ રથ, કલા સ્થાપ્ત્ય, ગુજરાત વિકાસ ઈનોવેશન એક્સ્પો, મહત્વના સ્થળોનું સુશોભન, શાળામાં પ્રવચનો અને ક્વીઝ, ભીંત ચિત્રો સહિતના કાર્યક્રમોનુ સુચારુ આયોજન કરી વિકાસ સપ્તાહની સફળ ઉજવણી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. 

આ બેઠક અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી  એસ.ડી.વસાવા, નિવાસી અધિક કલેક્ટર ભરત જોષી, આસી. કલેકટર અંચુ વિલ્સન સહીત જિલ્લા વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार