सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટર તથા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું.

તાપી જિલ્લાના માજી વીએચપી સંગઠન મંત્રી પુનિયાભાઈ તથા તેમના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો

વિકાસ શાહ
  • Sep 14 2024 3:45PM
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છિંડીયા ગામે જમીન બાબતે પુનિયાભાઈ કોટવાડિયા તથા તેમના પરિવાર પર ગામના ઇસમો દ્વારા માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

આ ઘટનાને પગલે આજરોજ તાપી જિલ્લા  દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેકટર તથા નાયબ પોલીસ અધિક્ષકને આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. 

છિંડીયા ગામના કોટવાડિયા ફળિયામાં રહેતા પુનિયાભાઈ કોટવાડીયા એ પોતાની જમીન માપણી બાબતે અરજી કરતાં તારીખ ૦૯/૦૯/૨૦૨૪ ના રોજ બપોરના સમયે આશરે ૩.૩૦ વાગ્યાના અરસામાં ગામના જ રહેવાસીઓ પાઉલ કોટવાડિયા, ફિલિપ કોટવાડિયા,  રમેશ કોટવાડિયા વગેરે પુનિયાભાઈ તથા તેમની બહેન નજુબેન તેમજ તેમને છોડાવવા વચ્ચે પડેલી હોળકીબેનને માર માર્યો હતો,  તેમજ આ ઈસમો દ્વારા પુનીયા ભાઈ ના પરિવારને જાન થી મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

 ઉપરોક્ત ચારેય ઇસમો ( તમામ રહે, છિંડીયા ગામના કોટવાડિયા ફળિયા)  વિરુદ્ધ પુનિયાભાઈ દ્વારા વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દેવ બિરસા સેનાના અધ્યક્ષ દ્વારા ઉપરોક્ત ચારેય ઈસમો જે ખ્રિસ્તી સમાજમાંથી આવે છે જેઓને પુનિયાભાઈ આદિવાસી સમાજમાંથી આવે છે જેમને ઢોર માર મારી તેમના પરિવાર ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઉપરોક્ત ચારેય ઈસમો વિરુદ્ધ જલ્દી થી જલ્દી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એ લોકો ઉપર એટ્રોસિટી પણ લગાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. 

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ઘટના બાબતે ખ્રિસ્તી સમાજ ના લોકો દ્વારા જે પુનીયા ભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે તાપી જિલ્લાના માજી પૂર્વ વીએચપી સંગઠન મંત્રી છે જે આદિવાસી સમાજમાંથી આવે છે જેમના ઉપર તથા તેમના પરિવાર પર હુમલો કરનાર ઇસમોને પકડી જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે અને એમ કરવામાં નહીં આવે તો તાપી જિલ્લો બંધનું એલાન પણ આપવામાં આવશે એવુ જણાવવામાં આવ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार