सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત : olympic 2036 માટે તૈયારીઓ શરુ, ગાંધીનગરના કરાઇ એકેડેમીમાં 114 એકરમાં બનશે બે મેગા સ્ટેડિયમ

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને આગામી દિવસોમાં ઓલિમ્પિકની મેજબાની કરવાની તક મળી શકે છે

Jashu Bhai Solanki
  • Oct 3 2024 2:17PM

આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને આલિમ્પિકની મેજબાની કરવાની તક મળી શકે છે. આગામી 2036 ઓલિમ્પિક ગુજરાતમાં યાજોઇ તેવી પુરી સંભાવના છે. તેને લઇ સરકાર અને સ્થાનિક પ્રશાસને ખાસ તૈયારીઓ અત્યારથી જ કરી દીધી છે. અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં ઓલિમ્પિકને લગતી ગેમ્સ રમાડવા માટે ખાસ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવશે.  તેના માચે ગાંધઆનગરની કરાઇ એકેડેમીમાં 114 એકરની જગ્યામાં બે સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય ફેસિલિટી પર પણ કામ કરવામાં આવશે.

આગામી વર્ષોમાં ગુજરાત ઓલિમ્પિક 2036ની યજમાની કરી શકે છે. આને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. તાજા અપડેટ પ્રમાણે, ગાંધીનગરની કરાઈ એકેડેમીમાં ઓલિમ્પિક 2036ને લઈ વધુ સુવિધાઓ ઉભી કરાશે. 114 એકરમાં બે સ્ટેડિયમ અને સ્પૉટ્સ એક્ટિવિટી વધારવામાં આવશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સાથે કરાઈને કનેક્ટ કરવાની દીશામાં અભ્યાસો ચાલી રહ્યો છે.

મળતી માહિતી મુજબ જો વર્ષ 2035 માં ઓલિમ્પિકના આયોજન માટે અમદાવાદની પસંદગી થશે તો ગાંધીનગરમાં કરાઇ એકેડેમીમાં પણ રમત આયોજન થઇ શકે છે. રાજ્ય સરકારે અમદાવાદમાં ઓલિમ્પિક-2036ને ધ્યાને રાખીને મોટેરા, નારણપુરા અને સાણંદ, ગોધાવી સહિત અનેક વિસ્તારોમાં લાંબાગાળાના વિકાસ આયોજન તરફ કવાયત શરૂ કરી દીધી છે. આ કેટેગરીમાં કરાઈ પોલીસ એકેડેમીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

ઓલિમ્પિક 2036  આયોજન માટે ગુજરાત સરકારમાથી મંત્રી, સેક્રેટરીનું એક ડેલિગેશન નિયમિતપણે કેન્દ્ર સરકાર સાથે બેઠક યોજી રહ્યુ છે. જેમા કરાઇની પોલીસ એકેડેમી પર પણ વિચાર થઇ રહ્યો છે. 114 એકરમાં ફેલાયેલી પોલીસ એકેડેમીમાં પહેલેથી જ બે સ્ટેડિયમ કાર્યરત છે. તો દોડ, ઉંચી કૂદ, ભાલા ફેંક, શૉટ પૂટ જેવી અનેક એથલેટ ગેમ્સનું આયોજન થઈ શકે તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. જેના પગલે મોટેરાના નરેંદ્ર મોદી સ્ટેડિયમ, નારણપુરાના સ્પૉટ્સ
કૉમ્પ્લેક્સ સહિતના સરદાર પટેલ સ્પૉર્ટ્સ એન્ક્લેવ સાથે કરાઈ પોલીસ એકેડમીને કનેક્ટ કરી શકાય તે દિશામાં અભ્યાસ થઈ રહ્યો છે. જેથી આ એક જ એન્ક્લેવમાં 20થી વધુ ગેમ્સનું આયોજન થઈ શકે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार