ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે ભાજપનું મેન્ડેટ બિનહરીફ જાહેર
ચેરમેન પદે તેજસભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર જાહેર ચૂંટાયા
ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચુંટણી પ્રસંગે યોજાયેલ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ચેરમેન પદે તેજસભાઇ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનું ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ રજૂ કર્યું હતું જેને સૌ બેંકના ડિરેક્ટર્સઓ દ્વારા સમર્થન આપી સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી અને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠક ખાતે નાફેડ ચેરમેન અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, નાયબ દંડક રમેશભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, બૃહદ ખેડા અને આણંદ જિલ્લાના સૌ ધારાસભ્યઓ, બેંકના ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प