सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદમાં UTS મહિલા આર્ટસ કોલેજમાં બિફોર નવરાત્રિ અંતગર્ત 'ગરબા રોક્સ'નું આયોજન કરાયું

કોલેજમાં ભણતી અંદાજીત 700થી વધુ દીકરીઓએ તાળીઓના તાલે ગરબાની રંગત માણી

યેશા શાહ
  • Oct 3 2024 2:16PM
નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થશે. ત્યારે બુધવારે નડિયાદમાં સરદાર સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત UTS મહિલા આર્ટસ કોલેજમાં બિફોર નવરાત્રિ અંતગર્ત 'ગરબા રોક્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં ભણતી અંદાજીત 700થી વધુ દીકરીઓએ તાળીઓના તાલે ગરબાની રંગત માણી હતી. 

મહત્વની વાત એ છે કે, કોલેજની ભૂતપૂર્વ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીએ 'મા અંબા'ના ગરબામાં સૂર પુર્યા અને તેના તાલે સૌ દીકરીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.ખેડા-આણંદ જિલ્લાની એકમાત્ર મહિલા આર્ટસ કોલેજ નડિયાદમાં આજે બિફોર નવરાત્રી અંતગર્ત 'ગરબા રોક્સ'નો કાર્યક્રમ યોજાયો હતો.

નડિયાદમા કોલેજ રોડ પર આવેલ અંબા આશ્રમના ઈપ્કોવાળા બેન્કવેટના એસી હોલમાં આ ગરબાની રમઝટ જામી હતી. B.A., M.A. કરતી વિદ્યાર્થિની તેમજ કોલેજ કેમ્પસમાં ચાલતા અન્ય શૈક્ષણિક સંસ્થાઓની બહેનો મળી કુલ 750 જેટલી દીકરીઓએ ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઈ માતાજીના ગરબે ઘૂમ્યા હતા.ઈપ્કોવાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટાભાગની વ્યવસ્થા કરવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार