કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ડે.સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પીયુષ ગોયલની હાજરીમાં બીજેપીએ ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. આ સંકલ્પ પત્રમાં મોટા 25 વચના આપ્યા છે. જેમા લાડલી બહેનો માટે 2100 રુ. માસિક, ખેડુતોના દેવા માફી, વૃદ્ધાવસ્થા પેન્શન અને સૌથી મહત્વપૂર્ણ 25 લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે.
બીજેપીના સંકલ્પ પત્રની મોટી વાતો.
લાડલી બહેનોને દર મહિને 2100 રુ. આપવામાં આવશે. અને તાલિમ પણ આપવામાં આવશે, તેમજ 25000 મહિલાઓને પોલીસબળમાં સામેલ કરવામાં આવશે.
ખેડુતોને દેવામાફી આપવામાં આવશે.
દરેક ગરીબને ભોજન અને આશ્રય આપવામાં આવશે.
વૃદ્ધાવસ્થામાં પેન્શન ધારકોને 2100 રુ. આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં બધા પરિવારોને બજારના ઉતાર ચઢાવથી બચવા માટે રાજ્ય સરકાર દ્વારા જરુરી વસ્તુઓની કિંમતો પર સ્થિર રાખવામાં આવશે.
આગામી સમયમાં 25 લાખ રોજગાર સર્જન અને 10 લાખ વિદ્યાર્થીઓને પ્રતિ માસ 10,000 રુ.નુ સ્ટાઇપેડ આપવામાં આવશે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 45,000 ગામોમં પંધાન સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે.
નાણાકિય સુરક્ષા અને કલ્યાણ સુનિશ્વિત કરવા માટે આંગણવાડી અને આશા સેવકોને પ્રતિ માસ 15,000 રુ. આપવામાં આવશે.
વીજ બીલમાં પણ ઘટાડો કરવામાં આવશે.
વધારાની પ્રવૃતિ માટે ખેડુતોની આક વધારવામાં આવશે. વર્ષ 2027 સુધીમાં મહારાષ્ટ્રમાં 50 લાક લખપતિ દીદી તૈયાર કરવામાં આવશે.
'અક્ષય અન્ન યોજના' હેઠળ, ઓછી આવક વર્ગના પરિવારોને દર મહિને મફત રાશન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં ચોખા, જુવાર, સીંગદાણાનું તેલ, મીઠું, ખાંડ, હળદર, રાઈ, જીરું અને લાલ મરચું પાવડરનો સમાવેશ થશે.
સરકારી શાળામાં AI શીખવાની તકો પુરી પાડવામાં આવશે.
મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં 'છત્રપતિ શિવાજી મહારાજ આકાંક્ષા કેન્દ્ર' સ્થાપિત કરવામાં આવશે, જેના દ્વારા 10 લાખ નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવામાં આવશે.
અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઉદ્યોગસાહસિકોને વ્યવસાય વૃદ્ધિ માટે 115 લાખ સુધીની વ્યાજમુક્ત લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઓબીસી, એસઈબીસી, ઈડબલ્યુએસ, એનટી, વીજેએનટીના યોગ્ય વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અને પરીક્ષા ફીની પ્રતિપૂર્તિ કરવામાં આવશે. 18થી 35 વર્ષના યુવાનોની વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ માટે સ્વામી વિવેકાનંદ યુવા આરોગ્ય કાર્ડ (યુથ હેલ્થ કાર્ડ) લૉન્ચ કરવામાં આવશે અને નશામુક્ત મહારાષ્ટ્ર માટે કાયમી યોજના લાગુ કરવામાં આવશે.
'વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા' સિદ્ધાંતને અપનાવવામાં આવશે.
જબરદસ્તી અને છેતરપિંડીથી ધર્માંતરણ કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે.
વાઘ, દીપડો, હાથી, ગેંડો, જંગલી ભૂંડ અને વાંદરા જેવા જંગલી પ્રાણીઓથી થતી જાન માલની હાનિને રોકવા માટે AI ટેકનોલોજી અને ડ્રોનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવશે.