सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરી - પારદર્શક કપડા પહેરીને આવનાર ખેલૈયાઓને નહી મળે પ્રવેશ.

ગરબા આોયોજકો માટે 30 નિયમની ગાઇડલાઇન બનાવાઇ, જુઓ સંપુર્ણ માહિતી

Jashu Bhai Solanki
  • Sep 28 2024 2:08PM
આગામી 3 ઓક્ટોબરથી 11ઓક્ટોબર સુધી અમદાવાદમા જુદા-જુદા વિસ્તારોમાં લોકો ગરબા રમતા જોવા મળશે, સોસાયટીઓ ફ્લેટ્સ, પાર્ટી પ્લોટ અને ક્લબ દરેક જગ્યાએ નવરાત્રીના ગરબાનું આયોજન થતુ હોઇ છે, ત્યારે આ સમયગાળા દરમિયાન કોઇ દુરઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરુપે અમદાવાદ પોલીસ દ્વારા ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. દરેક ગરબાના આયોજકોએ આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે, ખેલૈયાઓ પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય તેવા કપડા પહેરીને ગરબા રમવા માટે આવી શકશે નહીં. પોલીસે આયોજકો માટે 30 નિયમની ગાઇડલાઇન બનાવી છે.

કોઈપણ ઘટના કે દુર્ઘટના માટે આયોજકની જવાબદારી રહેશે.
નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરનાર આયોજકોએ અમદાવાદ શહેર પોલીસના લાયસન્સ શાખામાંથી પોલીસની પરમિશન લેવાની રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક અને લાઉડ સ્પીકર ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવશે. 12 વાગ્યા બાદ કોઈપણ લાઉડ સ્પીકર કે માઈકનો ઉપયોગ થશે તો આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ ઘટના કે દુર્ઘટના માટે આયોજકની જવાબદારી રહેશે. ગરબાના સ્થળ ઉપર જેટલી ક્ષમતા હોય તેટલા જ પાસ વેચવાના રહેશે. ક્ષમતા કરતાં વધુ પાસ વેચી શકાશે નહીં. દરેક ગરબા આયોજકે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ-અલગ રાખવાના રહેશે વધારે પ્રમાણમાં ગેટ રાખવાના રહેશે. મોટા સ્ટેજ માટે PWD સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. શંકાસ્પદ વસ્તુ જણાય તો પોલીસને જાણ કરવાની રહેશે. 

નવરાત્રી મહોત્સવ દરમિયાન આયોજકો-વ્યવસ્થાપકો માટે 30 નિયમ

1-સમગ્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન યોગ્ય રીતે થાય તે જવાબદારી આયોજકોની રહેશે.
2-ગરબીની સ્થાપના તેમજ ગરબા કાર્યક્રમો જાહેર જનતાને અડચણરૂપ ન થાય તે રીતે કરવાના રહેશે. 
3-એન્ટ્રી અને એક્ઝિટ ગેટની સંખ્યા વધારે રાખવાની રહેશે. 
4-ગરબાના કાર્યક્રમની જગ્યાઓએ (1) લોકોની સલામતી/સુરક્ષા માટે (2) મહિલા સુરક્ષા માટે (3) ટ્રાફિકની જાળવણી માટે તથા (4) કોઈ પ્રકારના કેફી દ્રવ્યો/ કેફી પ્રવાહી/કેફી પ્રદાર્થના સેવન કરેલ વ્યક્તિ ગરબાના સ્થળે અંદર ન પ્રવેશે તે માટે આયોજક તરફથી એક-એક જવાબદાર વ્યક્તિ ફરજિયાત નીમવાના રહેશે અને તેઓના નામ/સરનામાં તથા મોબાઈલ નંબર સહિતની વિગત પો.સ્ટે. ખાતે આપવાની રહેશે.
5-કોઈપણ વ્યક્તિ નશાની હાલતમાં જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની રહેશે. મહિલા સુરક્ષા કર્મચારી પણ સલામતી વ્યવસ્થા માટે રાખવા.
6-ગરબાના સ્થળની અંદર કોઈપણ વસ્તુ નહીં લઈ જવા દેવી નહી, પ્રવેશ દ્વાર પર ચેકિંગ કરી અંદર જવા દેવાય તેવી વ્યવસ્થા કરવી. આયોજકોએ ફોટા સહિતનું ઓળખપત્ર ધરાવતો જાણીતો સ્ટાફ રાખવો. જેથી અનઅધિકૃત વ્યક્તિ આયોજક તરીકે પ્રવેશી ન જાય કે ભાંગફોડિયા પ્રવૃત્તિ ન કરી શકે.
7-ગરબાના ગ્રાઉન્ડ ઉપર કોઈ બેગ કે બીજી વસ્તુ લઈને આવે તો પ્રવેશ દ્વાર પાસે ટોકન આપી જમા લેવી, શંકાસ્પદ વસ્તુ લાગે તો ચકાસણી કરવી.
8-વાહન પાર્કિંગ અને ગરબની જગ્યા વચ્ચે સુરક્ષીત અંકર રાખી પાર્કિંગ બનાવવું 
9-આયોજન સ્થળે કામ કરતા સ્વંયસેવકો, પોલીસ, સ્ટોલ પરના માણસ વગેરેની માહિતી સ્થાનિક પોલીસે અગાઉથી પુરી પીડવી.
10-ગરબા સ્થળે ક્ષમતા કરતા વધુ ટીકીટનું વેચાણ કરવું નહી. 
11-નવરાત્રી પ્રવેશ પાસ ઇસ્યુ કરનાર વ્યક્તિની ઓળખ આયોજકે મેળવવાની રહેશે.
12-વિજળીનો પ્રવાહ બંધ ન થાય તે માટે જનરેટરની વ્યવસ્થા રાખવી.
13-શંકાશ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવાની રહેશે. 
14- મોટા સ્ટેજ માટે અગાઉથી PWD સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. 
15- સરકાર દ્વારા નિયત કર્યા મુજબ તા. 3/10/2024થી તા 13/10/2024 સુધી ગરબાના કાર્યક્રમ રાત્રિના 12 વાગ્યા સુધી જ ચલાવવા પરવાનગી આપવામાં આવી છે.
16-સમિયાણા સંબંધિત નામદાર સુપ્રિમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. 
17-વાહનના નંબર, વાહનનો પ્રકાર વગેરેની માહિતી પણ રાખવાની રહેશે.
18 મનોરંજન ક્ષેત્રની ઘારા-ઘોરણોનું પણ પાલન કરવાનું રહેશે.
19-જરુરી પ્રાથમિક સારવાર માટેની મેડિલક કિટ પણ તૈયાર કરવાની રહેશે. 
20-રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખવી પડશે. 
21-પારદર્શક કપડા પહેરવા નહી.
22-ગરબીમાં સાંસ્કૃતિક પ્રોગ્રામના જ આયોજન કરવાના રહેશે. 
23-ધાર્મિક લાગણી દુભાય તેવા ગીત વગાડી શકશે નહી. 
24-ખાનગી સિક્યોરિટીની મદદમાં ગરબાના આયોજકોએ પોતાના સ્વયં સેવકોને ખાનગી કપડામાં ગરબાના સ્થળ પાર્કિંગ અને આજુબાજુના વિસ્તારમાં શકમંદ હિલચાલ અંગે વોચ રાખવા માટે ગોઠવવા.
25-ગરબા આયોજકોએ સુરક્ષાને લગતી સુચના આપવાની રહેશે, કોઇ પણ પ્રકારની અફવા ન ફેલાય તેની તકેદારી રાખવી.
26-ગરબા સ્થળે 4 વોચ ટાવર રાખવાના રહેશે અને વીડિયો શુટિંગ કરવાનું રહેશે.
27-આયોજકોએ નજીકના પોલીસ સ્ટેશનના સંપર્કમાં રહેવુ પડશે.
28-24 કલાક વોચ ટાવર ચાલુ રાખવાના રહેશે. 
29-નવરાત્રિ ઉત્સવ દરમિયાન માગવામાં આવેલ મંજૂરીવાળા સ્થળ ઉપર નવરાત્રિ ઉત્સવ સમિતિના આયોજકો દ્વારા ઉત્સવવાળી જગ્યાએ રાજકીય કે બિન રાજકીય હોદેદારો/વ્યક્તિ દ્વારા વર્ગ વિગ્રહ, સામાજિક ભાવનાઓ કે શાંતિ જોખમાય એવુ કોઈપણ કૃત્ય ઉશ્કેરણીજનક ભાષણ/પોસ્ટર પ્રદર્શન કે અન્ય કોઈ પ્રવૃતિ કરવાની રહેશે નહીં.
30-સરકારની ગાઇડલાઇન મુજબ ગરબા સ્થળે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રહેશે તથા તેના આવવા-જવા માટે ઈમરજન્સી ગેટની વ્યવસ્થા કરવાની રહેશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार