શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે ગુજરાત નિયંત્રિત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો
ગુજરાતમાં આત્મનિર્ભર એપીએમસી માર્કેટયાર્ડ ઉભા કરવાની દિશામાં કામગીરી કરવા અપીલ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમૃતવર્ષા ઉજવણી અંતર્ગત કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, મંત્રી રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, નડિયાદ ખાતે કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગુજરાત રાજ્યના સહકારિતા ક્ષેત્રે એપીએમસી માર્કેટ યાર્ડની કામગીરીમાં સરકાર દ્વારા તમામ પ્રકારે મદદરૂપ થવાની ખાતરી આપી હતી. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ એપીએમસીના ચેરમેનઓને ગુજરાતમાં આત્મનિર્ભર એપીએમસી માર્કેટયાર્ડ ઉભા કરવાની દિશામાં કામગીરી કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિની પરીકલ્પના પરિપૂર્ણ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે તેમને ખાસ કરીને સુરત એપીએમસી માર્કેટ યાર્ડની કામગીરીને બિરદાવી હતી.
વધુમાં, મંત્રીએ વડતાલ સ્વામિનારાયણ ધામ ખાતે મંદિર દર્શન કરી સર્વમંગલની પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં ખેડૂતોને 'એગ્રી મીડીયા' એપ્લિકેશનની ખેડૂતલક્ષી વિવિધ સુવિધાઓ બાબતે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે મંદિરના સ્વામી શ્રી વલ્લભદાસજી, તથા નૌતમપ્રકાશદાસજી, સહકારી ક્ષેત્રના કન્વીનર બીપીનભાઈ પટેલ, એપીએમસી બોર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, અગ્રણી, સંદીપભાઈ પટેલ, અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલ, કેડીસીસી બેંક ચેરમેન તેજસભાઈ પટેલ, ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારી, જિલ્લા સહકારી સંઘના ચેરમેનઓ, ડિરેક્ટરઓ, અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प