सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સોમનાથમાં સરકારી બુલડોઝર ચાલ્યું : ગેરકાયદે બાંધકોમો તોડી પડાયા, 1400 પોલીસ તૈનાત કરાયા

36 JCB અને 70 ટ્રેક્ટર-ટ્રોલી કાટમાળ હટાવવા માટે તૈનાત કરવામાં આવી છે.

Jashu Bhai Solanki
  • Sep 28 2024 11:05AM
સોમનાથ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કીર્યવાહી કરવાીમાં આવી છે, શુક્રવારની રાતથી 36 જેટલા બુલડોઝર આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કામગીરીમાં લાગેલા છે. આ ઉપરાંત કાટમાળ હટાવવા માટે 70 જેટલા ટ્રેક્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે. સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયા હતા, તેને હાલ તોડી પાડવામાં આવ્યા છે, અને આ ખુલ્લી કરાયેલી જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. 

લોકોના ટોળેટોળા રસ્તા પર ઉતર્યા
તો બીજી તરફ સોમનાથમાં ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી સામે લોકો વિરોધ પણ કરી રહ્યા છે. આ પહેલા અહીં મહિનાઓ સુધી સર્વે ચાલતો હતો. નોટિસ પણ આપવામાં આવી હતી. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર અતિક્રમણ ખાલી કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં અહીં ઘણા નવા બાંધકામો કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે અતિક્રમણ ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોઈક રીતે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.  

સોમનાથ સર્કલ નજીક ડિમોલેશન 
વેરાવળ સોમનાથ રોડ પર સેન્ટ મેરી સ્કૂલની સોમેનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. ગત મોડી રાતથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. સાથે 36થી વધુ જેસીબી મશીન પણ જોવા મળ્યા હતા. વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ રાત્રિના અહી પહોચ્યા હતા. સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પર અવર જવર  બંધ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મિડિયાને પણ પ્રતિબંધિત કરાયા છે. 36 બુલડોઝર, 1400 પોલીસ કર્મચારી, મોટી સંખ્યામાં ટ્રેકટરની મદદથી વહેલી સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢ અને પોરબંરના પોલીસને પણ આદેશ કરયો હતો. સ્થળ પર 1400 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઘણા પોલીસ સ્ટેશનના દળો પણ સ્થળ પર હાજર છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ કાબુમાં છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार