કપડવંજના લહેરજીના મુવાડામાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ
પ્રેમિકાને ઝેર આપી મોતને ઘાટ ઉતારતો પ્રેમી
પતિના જ કાકાનો દિકરો તેની પત્નીના પ્રેમમાં પડયો હતો
કપડવંજ તાલુકા લહેરજીના મુવાડા તાબે ભુતિયા ગામમાં છુટક ડ્રાઇવિંગ કામ અને ખેતી સાથે સંકળાયેલાની પત્નીને તેના જ કાકાના દિકરા સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. પરંતુ કોઈપણ કારણોસર પ્રેમીએ તેણીને કોઈ ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારતા આ પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના ભુતિયા તાબેના લહેરજીના મુવાડાના છુટક ડ્રાયવીંગ અને ખેતીકામ કરતા દોલતસિંહ ઉર્ફે કાબો શંકરભાઈ ઝાલા રહે છે.તેના પરિવારમાં તેની પત્ની સહિત બે દિકરી અને બે જોડિયા દિકરા છે.ગત તા.૧૧-૪- ૨૫ ના રોજ દોલતસિંહે તેની પત્નીના મૃત્યુ બાબતે રૂરલ પોલીસ મથકમાં જાણ કરી હતી. ફરીયાદમાં તેઓએ જણાવ્યું છે કે હકીકતમાં દોલતસિંહના કાકાના દિકરા જયદીપસિંહ ઉર્ફે કાનો કેસરીસિંહ ઝાલાની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો.ગત તા. ૧૨-૩-૨૫ના રોજ બન્ને જણા ભાગી ગયા હતા.જે બાબતની ફરીયાદ તેઓએ રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ કરી હતી. ત્યારબાદ આશરે દશેક દિવસ બાદ તેની પત્ની તથા જયદિપસિંહ બન્ને પોલીસ સ્ટેશને આવ્યા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી તેની પત્ની તેની જોડે તેની ઘરે ગઈ હતી.તથા જયદિપ આઢિયાના મુવાડા,તાબે વણોતી,તા.ઠાસરા ખાતે તેની બેનને ઘેર ગયો હતો. ગત તા.૪-૪-૨૫ના રોજ તેની પત્ની ભેંસોને પાણી પીવડાવતી હતી અને ત્યાંથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.જ્યારે બીજા દિવસે વણોતી તપાસ કરતા જયદિપસિંહ પણ ત્યાંથી જતો રહ્યો હતો.બાદમાં દોલતસિંહને જાણવા મળ્યું હતું કે જુના ખેડા ગામની સીમ,તાબે ભુતિયાના વેરામાં કોઈ સડી ગયેલો સ્ત્રીનો મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ કરતા તે મૃતદેહ તેની પત્નીનો હોવાનું માલુમ પડયું હતું. મૃતદેહની પાસે પાણીની પ્લાસ્ટિકની બોટલ,એક દવાની અડધી ભરેલી બોટલ, મસાલાની પડીકી અને બસની ટીકીટ પડી હતી. દરમિયાન ગામના ભવાનભાઈ ઉર્ફે ગનો ઉદાભાઈ ઝાલાએ દોલતસિંહને જણાવ્યું હતું કે ગત તા. ૪-૪-૨૫ના રોજ તેની ઉપર જયદીપસિંહનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તેની પત્ની વિશે પુછપરછ કરી જો તે આવે તો કોતરો તરફ મોકલજે. તા.૫-૫-૨૫ના રોજ જયદિપસિંહ પાંચેક વાગ્યાના સુમારે નદી બાજુથી ચાલતો આવતો હોવાની માહિતી જમાઈ પ્રભાતસિંહે રાઠોડે જણાવી હતી.આમ જયદિપસિંહે તેની પત્નીને કોતરો બાજુ મળવા માટે બોલાવી કોઈ કારણોસર તેણીને જંતુનાશક દવા પીવડાવી મોતને ઘાટ ઉતરી હતી તેમ પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે.આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના સુત્રોએ ભારતીય નાગરિક સંહિતાની કલમ ૧૦૩(૧) તથા ૧૨૩ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प