सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જિલ્લામાં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગ રૂપે ગુતાલ માધ્યમિક શાળામાં હિન્દુસ્તાનના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શનથી વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સહુએ ધન્યતા અનુભવી *

ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન યોજાયુ

કામાક્ષી પ્રચેત મેહતા
  • Jul 27 2024 6:31PM
વિલાયતની ધરતી પર રહીને ભારતની આઝાદી માટે લડનારા ક્રાંતિકારીઓની ગાથાથી સમગ્ર માહોલ રાષ્ટ્રભાવનાથી છલકાયો

   
ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિન ઉજવણી કાર્યક્રમના અનુસંધાને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે નડિયાદ તાલુકાની જાણીતી સરકારી માધ્યમિક શાળા ગુતાલમાં ભાવનગરના પૂર્વ સાંસદ તેમજ ભારતની આઝાદી માટે લડેલા ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર શ્રી રાજેન્દ્રસિંહ રાણા શાળા પરિવારના મહેમાન બન્યા હતા. જેઓએ  મેડમ ભિખાઇજી કામા દ્વારા જર્મનીના સ્ટુટગાર્ટમાં ફરકાવવામાં આવેલો ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શન કરાવ્યા હતા.


આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા  હતા.ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આર્ય ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.  ગુતાલની આ માધ્યમિક શાળામાં છેલ્લા છ વર્ષથી નિયમિત રીતે ચાલતી વ્યાખ્યાન માળાનો  ૪૨મો મણકો યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ વિલાયતથી લડાયેલી આઝાદીની લડત વિષય પર ભારતની આઝાદી માટે પ્રત્યક્ષ અને પરોક્ષ જંગ લડનારા ક્રાંતિકારીઓની દેશભક્તિની ભાવના ઉજાગર કરતી વિસ્તૃત વિગતો અને હકીકતો રજૂ કરી હતી. જેમાં રાસ બિહારી બોઝ,લાલા હરદયાલ, લાલા લજપતરાય,શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ ભીકાઈજી કામા અને પોતાના દાદા સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓએ ભારતની આઝાદી માટે આપેલા નોંધપાત્ર યોગદાનની વિસ્તૃત વિગતો આપી હતી. જે બાબતો ખૂબ જ ઐતિહાસિક અને સામાન્ય જન માં ઓછી જાણીતી છે.

રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે,ભારતની આઝાદીના પ્રયત્નો બે માર્ગે થયા છે. ત્યારે ક્રાંતિકારીઓના માર્ગને પણ સરખેસરખો ન્યાય મળવો જોઈએ કેમકે તેમનું યોગદાન પણ અહિંસક માર્ગ જેટલું જ બહુમૂલ્ય રહ્યું છે.ઇતિહાસમાં એમ ભણાવાયું કે ક્રાંતિકારીઓ માર્ગ ભૂલેલા હતા.પરંતુ એ સાચું નથી. ઇતિહાસને તોડી મરોડી રજૂ કરાયો જેનાથી ક્રાંતિકારીઓની વાતને વિસારે પાડી દેવાના પ્રયત્નો થયા. જેનાથી દેશનું ગૌરવ ખતમ થઇ જાય સ્વાભિમાન ખતમ થઈ જાય તેવા પ્રયત્નો બ્રિટિશ શાસનમાં થયા. પરંતુ સાચી વાત એ છે કે ક્રાંતિકારીઓ માટે માંગવું અને મરવું બરાબર હતું. આઝાદી માંગીને નહીં છીનવીને  લઈ શકાય તેમ ક્રાંતિકારીઓ માનતા હતા.રાજેન્દ્રસિંહ રાણાએ પોતાના દાદા ક્રાંતિકારી સરદારસિંહ રાણાએ વિદેશની ધરતી પર રહી ક્રાંતિકારીઓને આપેલા માતબર નાણાંકીય યોગદાન સહિતની બાબતો રજૂ કરી હતી.વીર સાવરકારનો કેસ આંતરરાષ્ટ્રીય અદાલતમાં લઇ જઇ કાનૂની લડત આપવાના યોગદાનમાં પણ તેમના દાદા સરદારસિંહની ભૂમિકા રજૂ કરી હતી.મેડમ ભીખાઈજી કામા દ્વારા જર્મનીના સ્ટુટગાર્ટમાં સમાજવાદી આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં ફરકાવવામાં આવેલા ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજ તેમના દાદા સરદારસિંહ રાણા દ્વારા દેશની આઝાદી પછી ભારતમાં લાવવાના  પ્રસંગોની વિસ્તૃત છણાવટ કરી હતી. 

મેડમ કામાએ આ રાષ્ટ્રધ્વજ પારસી વસ્ત્ર પરિધાનના રેશમી કાપડમાંથી તૈયાર કર્યો હતો.ત્રિરંગી રાષ્ટ્રધ્વજમાં ઉપરની તરફ આઠ કમળ, વચ્ચે  વંદે માતરમ અને નીચેની તરફ સૂર્ય ચંદ્ર તારાના ચિહ્નો હતા.અન્ય એક રાષ્ટ્રધ્વજ પૂનામાં કેસરી અખબારના કાર્યાલયમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. ક્રાંતિકારીઓની ગૌરવવંતી હકીકતો યાદ રાખવા નવી પેઢીને તેમણે શીખ આપી હતી.


કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત પૂર્વ મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,સ્વાતંત્ર્ય માટે  જેમનું યોગદાન અતુલ્ય છે.તેમના વારસદાર વચ્ચે તેઓ કઈ પણ બોલીને ભૂલ કરવા માંગતા નથી. આઝાદી માટે લડનારા સહુ કોઈ ક્રાંતિકારીઓનાં ગૌરવને શબ્દોમાં બાંધી તેમના ગૌરવને સીમિત કરવા તેઓ ઇચ્છતા નથી. તેઓ માત્ર તેમના યોગદાન માટે આભારની લાગણી વ્યક્ત કરી શકે છે.સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓનાં કાર્યોને શબ્દોમાં વ્યક્ત કરવા એ હિમાલયની ઊંચાઈને આપણી ફૂટપટ્ટીથી માપવા જેવું કામ છે.

કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય કવિ રામધારીસિંહ દિનકરની જાણીતી રચના રશ્મિરથીની પંક્તિઓનું સામુહિક પઠન કરાયું હતું.


આ કાર્યક્રમમાં ખેડાજિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશભાઈ રાવલ,ગુતાલ શાળાના આચાર્ય હેમંતભાઈ કા.પટેલ, મદદનીશ શિક્ષક અને કાર્યક્રમ સંયોજક પારસભાઈ દવે, શિક્ષકવૃંદ,વિધાર્થીઓ વિધાર્થીનીઓ,અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार