પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન
સંસ્થાની સેવાની સુવાસ મેળવીને વિસામણભાઈ ઢોલા તથા મૂકતાબેન ઢોલાએ કરી સખાવત
કોઈ ભલામણ કે ઓળખાણ વગર માત્ર સંસ્થાની સેવાની સુવાસ મેળવીને દાતા વિસામણભાઈ ઢોલા તથા મૂકતાબેન ઢોલાએ ટીંબી સ્થિત માનવસેવા દવાખાનામાં રૂપિયા એક કરોડનું દાન અર્પણ કરી દીધું છે.
પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલમાં કોઈ કાર્યક્રમ કે સમારોહ વગર રૂપિયા એક કરોડનું દાન કરવામાં આવ્યું છે.
ગોહિલવાડની સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા એટલે ઉમરાળા પાસેનાં ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદ માનવસેવા સંસ્થા, અહીંની સેવાની સુવાસ મેળવીને પ્રેમપરા ધારીનાં આહિર પરિવાર દ્વારા આ સખાવત કરવામાં આવી.
દાતા વિસામણભાઈ ઢોલા તથા મૂકતાબેન ઢોલાએ તેમનાં પુત્રો નરેશભાઈ ઢોલા, દિપકભાઈ ઢોલા તથા યશવંતભાઈ ઢોલાનાં શુભ ભાવ સંકલ્પ સાથે સંસ્થાનાં અગ્રણીઓને કોઈ ભલામણ કે ઓળખાણ વગર વંદના ભાવ સાથે દાન અર્પણ કરી દીધું. સંસ્થાનાં અગ્રણીઓ બાબુભાઈ રાજપરા, રસિકભાઈ ભિંગરાડિયા, પરેશભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં દાતા દંપતીએ સખાવત કરતાં જણાવ્યું કે, અમે આ દવાખાનાની ઉત્તમ અને નિઃશુલ્ક સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત છીએ, જેથી આ કાર્ય કર્યું છે.
દાતા પરિવાર સાથે અગ્રણીઓ પેથાભાઈ આહિર, રઘુભાઈ હુંબલ, અશોકભાઈ આહિર વગેરે જોડાયાં હતાં. આ વેળાએ લવજીભાઈ નાકરાણી, ભિખાભાઈ ખૂંટ તથા કુરજીભાઈ ખૂંટ સાથે રહ્યાં હતાં.
સ્વામી નિર્દોષાનંદજી પ્રેરિત આ સારવાર સંસ્થામાં અલગ અલગ વિભાગોની મુલાકાત વેળાએ બાબુભાઈ રાજપરા એ વિગતો આપતાં દાતા વિસામણભાઈ આહિરે પ્રસન્નતા વ્યક્ત કરી દાન અંગે સંતોષ ભાવ અનુભવ્યો.
આ ઉદાર સખાવતથી સંસ્થાનાં પ્રમુખ હિરાભાઈ ગાંગાણી, ઉપપ્રમુખ ધનસુખભાઈ દેવાણી તથા બાબુભાઈ રાજપરા (બી.એલ), મંત્રી રસિકભાઈ ભિંગરાડિયા, ખજાનચી પરેશભાઈ ડોડિયા અને ખીમજીભાઈ દેવાણી દ્વારા દાતા પ્રત્યે રાજીપો વ્યક્ત કરાયો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प