सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજ એપીએમસી ખાતેથી મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ખરીદી કરી શકાશે

જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ટેકાના ભાવે ખરીદી અંગે જિલ્લા કક્ષાની મોનીટરીંગ બેઠક યોજાઈ

સુરેશ પારેખ
  • Nov 20 2024 3:53PM

વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અંગે જિલ્લા કક્ષાની મોનિટરીંગ બેઠક કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એસ. ડી.વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ ડિસ્ટ્રિક્ટ લેવલ મોનીટરિંગ કમિટીની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. 
 આ બેઠકમાં જિલ્લામાં ખરીદ પ્રક્રિયાનું મોનીટરીંગ અને કાયદો વ્યવસ્થાની જાળવણી બાબતે, ખરીદ પ્રક્રિયાના સુચારૂ અમલીકરણ માટે જરૂરી સૂચનાઓ આપવાની સાથે સાથે ખરીદ કેન્દ્ર ખાતે આકસ્મિક/રેન્ડમ ચકાસણી કરાવી પારદર્શકતા જાળવવા સુધીની સૂચનાઓ આપવામાં આવી હતી. ખરીદ કેન્દ્રની સંપૂર્ણ દેખરેખ, પાકની ગુણવત્તા ચકાસણી અને તોલમાપની કામગીરીની ચકાસણી અને નોંધણી યોગ્ય રીતે કરવા સૂચન પણ આપવામાં આવ્યા હતાં. 
વધુમાં આ બેઠકમાં ખરીદ કેન્દ્ર ખાતે જરૂરી વ્યવસ્થાઓ જેવી કે બારદાન, કાંટા વગેરેની જરૂરી ઉપલબ્ધિ તથા ખરીદાયેલ જથ્થાનું ગોડાઉનમાં રોજેરોજ નિકાલ થાય તેના મોનિટરીંગની વ્યવસ્થા ગોઠવવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી.
મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ખરીદીનો સમયગાળો તા.૧૧/૧૧/૨૦૨૪ થી તા. ૦૮/૦૨/૨૦૨૫ સુધી (૯૦ દિવસની મર્યાદા) રહેશે. ખરીદી એપીએમસી, કપડવંજ ખાતેથી કરવાની રહેશે. મગફળી પાક માટે ૨૫૦૦ કી.ગ્રા./હેક્ટર/પ્રતિ દિન/પ્રતિ ખેડૂત, મગ પાક માટે ૬૦૦ કી.ગ્રા./હેક્ટર/પ્રતિ દિન/પ્રતિ ખેડૂત, અડદ પાક માટે ૬૦૦ કી.ગ્રા./હેક્ટર/પ્રતિ દિન/પ્રતિ ખેડૂત અને સોયાબીન પાક માટે ૧૮૦૦ કી.ગ્રા./હેક્ટર/પ્રતિ દિન/પ્રતિ ખેડૂત વેચાણ ટેકાના ભાવે કરી શકશે. 
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક (હેડ ક્વાર્ટર) સહિતના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार