નડિયાદ : માં ચેરીટેબલ ટ્રસ્ટના નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત પ્રેસ વાર્તા યોજાઈ
આ ભવ્યાતિભવ્ય આયોજન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના પૂર્ણ સમર્થન તથા ભારતીય જનતા પાર્ટી પરિવારના સહયોગથી કરવામાં આવેલ છે
નડિયાદ નગરના પ્રાંગણમાં, જય મહારાજ ની પવિત્ર ભૂમિ પર તારીખ 3/10/2024 થી તારીખ 11/ 10/ 2024 દરમિયાન માં ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 નું ભવ્યાતિભવ્ય આયોજન રાધે ફાર્મ ગ્રાઉન્ડ, પેટલાદ રોડ, નડિયાદ ખાતે કરવામાં આવેલ છે. નવદુર્ગા ગ્રુપ આયોજિત ગરબા મહોત્સવ ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય દંડક, ગુજરાત પંચાયતી રાજ સમિતિના વર્તમાન અધ્યક્ષ, પંકજભાઈ દેસાઈના પૂર્ણ સમર્થન તથા ભારતીય જનતા પાર્ટી પરિવારના સહયોગથી કરવામાં આવેલ છે.
જે અંતર્ગત પ્રેસ વાર્તામાં નવદુર્ગા પરિવારના પ્રજ્ઞેશભાઈ પટેલ તથા હેમાંગભાઈ પટેલ દ્વારા ગરબાના આયોજન અર્થે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાધે ફાર્મ ખાતે 6,000 થી વધુ જોનારની બેઠક વ્યવસ્થા તથા 12,000 થી વધુ ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં રમી શકે તે પ્રકારની પૂર્ણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. વિશાળ સંખ્યામાં હાઈજેનિક ફૂડ સ્ટોલની વ્યવસ્થા પણ કરાયેલ છે. સરકારી ધારાધોરણ મુજબ સીસીટીવી કેમેરા, ફાયર સેફટી, મેડિકલ ઈમરજન્સીની સુવિધા તથા જેમણે પણ રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમની ગ્રુપ પોલીસી ઇન્સ્યોરન્સના રૂપે લેવામાં આવેલ છે. આ ઉપરાંત ટ્રાફિક સમસ્યાના નિરાકરણ રૂપે આધુનિક સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મના કેમ્પસમાં સુંદર ટ્રાફિકની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
માં અંબા ની આરાધનામાં નવે દિવસ નવલા નોરતે ગુમવા માટે નવદુર્ગા પરિવાર દ્વારા સાક્ષર નગરી નડિયાદ અને આજુબાજુની જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. કલ્યાણી ગ્રુપ, બેસ્ટ સાઉન્ડ અને ગુજરાતના ગૌરવ રૂપ ગરબાના પ્રખ્યાત લોક ગાયિકા પલક પટેલના સથવારે નગર નડિયાદના ખેલૈયાઓ નવદુર્ગા ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવમાં વિશાળ સંખ્યામાં ભાગ લેનાર છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प