શુક્રવારે (27 સપ્ટેમ્બર) લેબનોનની રાજધાની બેરૂત પર ઇઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહ માર્યો ગયો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ આ દાવો કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, IDFએ અહેવાલ આપ્યો છે કે તેઓએ એક દિવસ પહેલા જ હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો, જ્યાં નસરાલ્લાહ પણ હાજર હતો.
નસરાલ્લાહ 1992 થી ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહનો સભ્ય હતો. તે સંસ્થાના સ્થાપક સભ્યોમાંના એક હતો. નસરાલ્લાહ ઉપરાંત, ઇઝરાયલ મીડિયા હાઉસ ચેનલ 12 એ પણ તેની પુત્રી ઝૈનબના મૃત્યુનો દાવો કર્યો છે.
બેરૂત સહિત લેબનનના ઘણા વિસ્તારોમાં ઈઝરાયલની સેનાએ મિસાઈલ હુમલો ચાલુ રાખ્યો છે. ઈઝરાયલે બેરૂતના દહિયાહ શહેરમાં રહેતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા જણાવ્યું છે. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહ આ જગ્યાઓનો ઉપયોગ ઈઝરાયલ પર હુમલો કરવા માટે કરી રહ્યું છે.
આ પહેલાં શુક્રવારે મોડી રાત્રે ઈઝરાયલે હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા, જ્યારે 90 લોકો ઘાયલ થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર (UN)માં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ભાષણના લગભગ એક કલાક બાદ આ હુમલો થયો હતો
ઈઝરાયલના મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહની પુત્રી ઝૈનબ આ હુમલામાં માર્યો ગયો છે. ઇઝરાયલની ચેનલ 12એ તેના મૃત્યુની જાણ કરી છે.
ઇઝરાયલે બંકર બ્લાસ્ટર બોમ્બથી હુમલો કર્યો
ઇઝરાયલના મીડિયાનો દાવો છે કે સેનાએ હિઝબુલ્લાહના હેડક્વાર્ટરને નષ્ટ કરવા માટે બંકર બ્લાસ્ટર્સ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બ વિસ્ફોટ કરતાં પહેલા જમીનમાં ઊંડે સુધી પહોંચે છે અને પછી વિસ્ફોટ થાય છે અને ભૂગર્ભ ટનલ અને બંકરોને ભારે નુકસાન પહોંચાડે છે.