सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વરસાદ બાદ નડિયાદની પરિસ્થિતિ

શહેરના ચારેય અન્ડરપાસમાં કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય, પાલિકાની ટીમો સવારથી જ કાદવ, કિચ્ચડને ઉલેચવાનું કામ હાથ ધર્યુ, શ્રેયસ ગરનાળામાં દીવાલ ધરાશાયી થવાના બનાવ બાદ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ.

કામાક્ષી મેહતા
  • Jul 30 2024 3:22PM

નડિયાદ શહેરમાં ગતરોજ વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ ઝરમર ઝરમર બપોર સુધી રહ્યો હતો. લગભગ સાડા છ ઈંચ કરતા વધારે વરસાદ ખાબકતા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. શહેરના ચારેય અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. 24 કલાકના સમયબાદ આ પાણી ઓસરતા હાલ તમામ ગરનાળામાં વાહનવ્યવહાર પૂર્વવત થયો છે. જોકે આ તમામ ગરનાળામાં વરસાદી પાણી ઓસર્યા બાદ કાદવ, કિચ્ચડનું સામ્રાજ્ય અને ગંદકી જોવા મળી છે. જેને ઉલેચવાની કામગીરી પાલિકા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. તમામ ગરનાળાઓમા પાલિકાની સાફસફાઈની ટીમો ટ્રેક્ટર, જેસીબી અને ડમ્પર મારફતે આ કાદવ કિચ્ચડને દૂર કરવા તજવીજ હાથ ધરી છે. આજે વાતાવરણમાં ઉઘાડ નિકળતા નગરજનોએ હાશકારો લીધો છે.

ખેડા જિલ્લાના નડિયાદમાં અને આસપાસના વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે ભારે વરસાદ ખાબક્યો હતો. અંદાજીત સાડા છ ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા શહેર બે વિસ્તારમાં વહેંચાઈ ગયું હતું. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વાહનવ્યવહારને અસર પડી હતી. પૂર્વથી પશ્ચિમ તરફને જોડતા તમામ અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાતાં જળબંબાકાર થઈ ગયા હતા. વૈશાલી ગરનાળુ, માઈ મંદિર ગરનાળું, શ્રેયસ ગરનાળું અને ખોડિયાર ગરનાળામા આ પાણી ભરાતા વાહનવ્યવહારને માઠી અસર પડી હતી. વાહનચાલકોને આવવા જવા માટે માત્ર બચેલા બે બ્રીજનો ઉપયોગ કરવો પડ્યો હતો. જેના કારણે આ બ્રીજ પર પણ ટ્રાફિકનુ ભારણ વધ્યું હતું.

વરસાદ ઓછો અને એ બાદ બંધ રહેતા આ તમામ ગરનાળામાંથી પાણી ઓસરવાના શરૂ થયા હતા. જોકે આમ છતા માઈ મંદિર ગરનાળાને છોડતા તમામ ગરનાળામાં વરસાદી પાણી 24 કલાકમાં ઓસરી ચૂક્યા હતા. જે બાદ પાલિકાની સાફસફાઈની ટીમ દ્વારા આજે મંગળવારે વહેલી સવારથી જ તમામ ગરનાળામાં જામેલી ગંદકી, કાદવ-કિચ્ચડને દૂર કરવા કવાયત હાથ ધરી હતી. વાહનવ્યવહાર શરૂ થતા વાહનચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ તમામ ગરનાળામાં ભારે ગંદકી જામતા પાલિકા વિભાગ દ્વારા ટ્રેક્ટર, જેસીબી અને ડમ્પરો દ્વારા માણસો ગોઠવી સાફસફાઈની કામગીરી હાથ ધરી છે.

તમામ ગરનાળામાં સવારથી જ એક-એક ટીમ કાર્યરત છે અને ગંદકી તેમજ કાદવ-કિચ્ચડને દુર કરવામાં લાગી છે. આજે વરસાદે ખમૈયા કરતા ઉઘાડ નીકળતા નગરજનો પોતાની દૈનિક પ્રવૃત્તિઓમાં ફરીથી જોડયા છે. શહેરના તમામ ગરનાળાઓ એક બાદ એક સ્વચ્છ કરવામાં આવી રહ્યા હોવાનું પાલિકા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ શ્રેયસ ગરનાળામાં દીવાલ ધરાશાયી થવાના બનાવ બાદ આજે પાણી ઓસરતા દીવાલનો કાટમાળ લેવામાં આવી રહ્યો છે. અહીંયા અપ અને ડાઉન એમ બે પૈકી એક અન્ડરપાસ બંધ કરી આ દીવાલના કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી એક અન્ડરપાસમા વાહનો આવતા‌ ભારે ચક્કાજામની સ્થિતિ અહીંયા સર્જાઈ છે. આ ઉપરાંત ફુટપાથ પર પણ વાહન ચાલકો વાહનો હંકારતા ચાલીને જતાં લોકો પણ ત્રાહીમામ પોકારી ઊઠયા છે.

નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગમાં કામ કરતા પંકજ વાઘેલાએ જણાવ્યું કે,  પાણી ઉતરી ગયા પછી ચારેય ગરનાળામાં અમારી એક-એક ટીમ‌ કાદવ, કિચ્ચડ, ગંદકીને ઉલેચી રહી છે. સાફ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. શ્રેયસ ગરનાળામાં દીવાલ ધરાશાયી થવાના બનાવ બાદ આજે આ કાટમાળ માણસો દ્વારા ઉલેચવામા આવી રહ્યો છે. થોડા સમયમાં જ આ ગરનાળું ફરીથી પૂર્વવત થઇ જશે આ ઉપરાંત તમામ ગરનાળામાં આ કાદવ કિચ્ચડને દુર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार