सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓનાં સંકલન સાથે ભાવનગર જિલ્લામાં ઉજવાશે સિંહ દિવસ

વિશ્વવિક્રમરૂપ પ્રસંગ આયોજન માટે મળી ગઈ બેઠક

મૂકેશ પંડિત
  • Jul 30 2024 6:46PM
સમગ્ર વિશ્વમાં ગૌરવરૂપ સિંહ વસવાટ આપણાં ગીર પ્રદેશમાં છે, વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓનાં સંકલન સાથે ભાવનગર જિલ્લામાં સિંહ દિવસ ઉજવણી થનાર છે. આ વિશ્વવિક્રમરૂપ પ્રસંગ આયોજન માટે બેઠક મળી ગઈ.

ગીરનાં સિંહ એટલે આપણાં સાવજ સૌ માટે ગૌરવરૂપ રહેલ છે. સૌરાષ્ટ્રનાં ગીર ક્ષેત્રથી હવે બૃહદ ગીર વિસ્તારમાં સિંહ વિસ્તરી રહ્યાં છે. શનિવાર તા.૧૦ ઓગષ્ટ સિંહ દિવસ ઉજવણી સંદર્ભે નાયબ વન સંરક્ષક સાદિક મુંઝાવરનાં નેતૃત્વ સાથે ભાવનગરમાં આયોજન બેઠક મળી ગઈ.

સમગ્ર વિશ્વમાં ગૌરવરૂપ સિંહ વસવાટ આપણાં ગીર પ્રદેશમાં છે, આ સિંહ એક વિશેષ પ્રાણી તરીકે સૌની ચાહના ધરાવે છે. આ સાવજ પરત્વે વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓનાં સંકલન સાથે સિંહ દિવસ ઉજવાશે.

ભાવનગર મળેલી બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ, સિંહ દિવસ જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુર તથા માનદ વન્ય પ્રાણી સંરક્ષક ઈન્દ્ર ગઢવી દ્વારા સિંહ દિવસ પ્રાસંગિકતા, લોકજાગૃતિ સાથે આ ઉજવણી સંદર્ભે વિગતવાર માર્ગદર્શનરૂપ ચર્ચા રજૂ થઈ. અહીંયા ભાવનગર શાસનાધિકારી મુંજાલભાઈ બદમલિયા અને સંસ્થાઓનાં કાર્યકર્તાઓ જોડાયાં હતાં.

આ બેઠકમાં વન વિભાગનાં અધિકારીઓ ભરતભાઈ સોલંકી તથા મૂકેશભાઈ વાઘેલાનું સંકલન રહ્યું.

સિંહ દિવસ ઉજવણીનાં વિશ્વવિક્રમરૂપ પ્રસંગ આયોજન માટે બેઠકમાં સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનાં શિક્ષકો પ્રતિનિધિઓ સાથે વન વિભાગનાં કર્મચારીઓ ઉપસ્થિત રહેલ.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार