सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદમાં સોમનાથ મહાદેવના દર્શન કરીને પરત ફરતાં સર્જાયેલા અકસ્માતમાં વકીલ પતિ અને પત્નીનું કરૂણ મૃત્યું

સોનાવાલા હાઇસ્કુલ સામે,મૃતકના ઘરની નજીક બનેલી કરુણાંતિકા

મહેશ મહેતા
  • Oct 21 2024 4:32PM
મહેમદાવાદ સોનાવાલા હાઇસ્કુલ સામે રોડ ઉપર એક સીએનજી રિક્ષા ચાલકે પોતાની રિક્ષા બેફિકરાઇ અને પુરઝડપે હંકારી મંદિરમાં દર્શન કરીને પરત ફરતા દંપતિને અડફેટમાં લેતાં ગંભીર ઇજાઓના કારણે પતિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું.જ્યારે ગંભીર રીતે ઘવાયેલાં પત્નીને હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જયાંથી વધુ સારવાર મળે તે પૂર્વે પત્નીએ પણ પ્રભુનું શરણું સ્વીકારતાં શહેરમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.આ બનાવ સંદર્ભે મહેમદવાદ પોલીસે મૃતકના ભત્રીજાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે સીએજી રિક્ષાચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેમદાવાદ નડિયાદ દરવાજાની અંદર ભાવેશ કનુભાઇ મીસ્ત્રી પરિવાર સાથે રહે છે.  તેઓના કુટુંબી કાકા રોહિતભાઇ વાડીલાલ મિસ્ત્રી (સુથાર) ઉ.વ.૬૪ તથા કાકી નયનાબેન રોહિતભાઇ મિસ્ત્રી (સુથાર) પૃથ્વી કોમ્પલેક્ષમાં રહે છે.તેઓના બે દિકરા પૈકી પ્રશાંતભાઇ કનેડામાં અને કૃપાલભાઇ અમદાવાદ અડાલજ ખાતે રહે છે. ભાવેશભાઇ ખાત્રજ ચોકડી ખાતે મંગલમ ફર્નીચરની દુકાન ખાતે હાજર હતા.તે સમયે તેમના મિત્ર જયેશભાઇ જોષી નો ફોન આવેલો કે, આજે સવારે રોહિતભાઇ મિસ્ત્રી તથા તેમનાં પત્ની નયનાબેન બન્ને ચાલતાં સોનાવાલા હાઇસ્કુલ સામેના રોડ ઉપરથી પસાર થતા હતાં તે સમયે એક સીએનજી રિક્ષા નં.જી.જે.૦૭.એ.ટી.૬૦૭૭ના ચાલકે પોતાની રિક્ષા પુરઝડપે ગફલતભરી રીતે હંકારીને આ દંપત્તિને અડફેટમાં લેતાં રોહિતભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું.જ્યારે નયનાબેનને હાથેપગે ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાં હતા.જયાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા રસ્તામાં નયનાબેનનું પણ કરૂણ મૃત્યુ નીપજયું હતું. આ બનાવ સંદર્ભે ભાવેશ મિસ્ત્રીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે રિક્ષા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના જ  કેસ લડનારા વકીલનું જ અકસ્માતમાં થયેલું મૃત્યુ

 મહેમદાવાદ શહેરમાં આજે સવારે બનેલી ઘટનામાં વકીલ રોહિતકુમાર વાડીલાલ મિસ્ત્રી હંમેશા અકસ્માતમાં જ કેસર રડતા હતા આ કેસમાં તેઓ માહિર પણ હતા. આજે તેઓનું અકસ્માતમાં જ મૃત્યુ થતા ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી જ્યારે તેમના પત્ની પણ ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિના હતા અને તેઓ રાધે ભજન મંડળના પ્રમુખ પણ હતા તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તેઓના અવસાન થી સમગ્ર મહેમદાવાદના પ્રજાજનોમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार