सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત: કેવડિયા ખાતે બનશે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ, દેશના 562 રજવાડાનું યોગદાન દર્શાવાશે

31મી ઓક્ટોબરે એકતા દિવસે પીએમ મોદી કરશે ખાત મુહૂર્ત, ભારતના 562 રજવાડાઓના સંસ્કૃતિ, વારસા અને પરંપરાઓને ઉજાગર કરશે.

Jashu Bhai Solanki
  • Oct 18 2024 5:06PM

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ પીએમ મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવા જઇ રહ્યા છે. કેવડિયા ખાતે 260 કરોડના ખર્ચે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ બનાવવામાં આવશે. આગામી 31 ઓક્ટોબરના  રોજ એકતા દિવસે પીએમ મોદી તેનું ખાત મુહૂર્ત કરશે.

મ્યુઝિયમ માટે 2021 માં રાજ્ય સરકારો કમિટી બનાવી હતી. તેમજ કમિટી દ્વારા અલગ અલગ રાજ્યની મુલાકાત લોવામાં આવી હતી. તેમજ વર્તમાનમાં રાજ પરિવારોના મત અને સૂચનો લેવામાં આવ્યા હતા. 

અત્યાર સુધીમાં દિલ્હી, વડોદરા, રાજસ્થાન, મેસુર સહિક દેશના 15 પ્રેન્સી સ્ટેટ સાથે કમિટીએ મુલાકાત કરી હતી. અને ખાસ નિમંત્રણ આપ્યું હતું. ખાત મુહૂર્ત સમયે દેશના મહત્તમ રાજ પરિવારો ઉપસ્થિત રહેશે.

કેવડિયા ખાતે એક વિશાળ અને વૈભવી "મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ" બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, જે ભારતના 562 રજવાડાઓના સંસ્કૃતિ, વારસા અને પરંપરાઓને ઉજાગર કરશે. આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય ભારતના રાજવાડાઓના ઐતિહાસિક યોગદાનને સાચવવો અને નવા પેઢી માટે તેમને પ્રેરણા પૂરું પાડવી છે.

મ્યુઝિયમમાં વિવિધ શિલ્પ, વસ્ત્ર, અને કલા કાર્યોના નિર્ધારણો સાથે સાથે એક આકર્ષક પ્રદર્શન પણ તૈયાર કરવામાં આવશે, જે આ રાજવાડાઓની વારસાગત વાર્તાઓને જીવંત બનાવશે. આ સ્થળ પર વિઝિટરોને રાજવાડાઓના વૈભવ અને તેઓના જીવનશૈલીનો અનુભવ કરાવવા માટે ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન્સ અને વર્કશોપ્સનું આયોજન કરવામાં આવશે.

આ મ્યુઝિયમ માત્ર એક સંગ્રહાલય નહીં, પરંતુ ભારતની ઐતિહાસિક ઓળખને પુનર્જીવિત કરવા માટેનું એક કેન્દ્ર બની રહેશે. તેની સ્થાપના દ્વારા પર્યટકોને તેમજ સંશોધકને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું મહત્વ સમજાવવાની તક મળશે, જે આપણા દેશના વૈભવી ભવિષ્યનું પ્રતીક બનશે.

કેવડિયામાં આ મ્યુઝિયમ 5 એકર જમીનમાં બનશે. ભારતની આઝાદી સમયે 562 રાજવી પરિવારો દ્વારા આપવામાં આવેલ બલીદાન અને ત્યાગની થીમ પર આ મ્યુઝિયમ બનાવવામાં આવશે. આઝાદી સમયે દેશના 562 રજવાડાઓએ પોતાનું રજવાડુ દેશને નામ કરી દીધુ હતું. જેમાથી લગભગ 362 જેટલા દેશી રજવાડા ગુજરાતમાં જ હતા. આ તમામ રજવાડાઓનું બલિદાન અંગે ખાસ પ્રદર્શન કરવામાં આવશે. દેશને પ્રથમ રજવાડુ ગુજરાતના ભાવનગર રાજ પરિવાર દ્વારા કુરબાન કરવામાં આવ્યુ હતું.

સરદાર પટેલ અને રાજવી પરિવારોના સન્માનમાં વડાપ્રધાન મોદીનું આ વધુ એક પગલું છે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ મ્યુઝિયમ બનશે. વડા પ્રધાન મોદીના આ મહત્વના પ્રોજેક્ટમાનો આ એક પ્રોજેકેટ છે. આ પ્રોજેક્ટ 260 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થવાનો છે. અંદાજીત 2 વર્ષમાં આ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार