सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સદસ્યતા અભિયાનમાં સક્રિય

ભાવનગર જિલ્લા ભાજપની બેઠકમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું માર્ગદર્શન

મૂકેશ પંડિત
  • Sep 20 2024 5:41PM
ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહેલ છે, જેમાં ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સક્રિય રહેલ છે. ભાવનગર જિલ્લા ભાજપની મળેલી બેઠકમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું માર્ગદર્શન મળ્યું છે.

ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાનાનાં અધ્યક્ષસ્થાને સદસ્યતા અભિયાન સંદર્ભ મળેલી બેઠકમાં આ અભિયાનનાં પ્રદેશ અગ્રણી અને વડોદરાનાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું માર્ગદર્શન મળ્યું. તેઓએ એક એક હોદ્દેદાર કાર્યકર્તાને સક્રિય બનવાં પ્રેરક વાત કરી. 

આ બેઠકમાં પ્રમુખ રાઘવજી મકવાણા સહિત  જિલ્લા સંગઠન પર્વનાં સંયોજક હર્ષદભાઈ દવે, મહિલા મોરચાનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ત્રિવેદી, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ભાવનગર જિલ્લા સહકારી બેંક પ્રમુખ રસિકભાઈ ભિંગરાડિયા તેમજ શ્રી મૂળજીભાઈ મિયાણી, ચેતનસિંહ સરવૈયા, રાજેશભાઈ ફાળકી, અભયભાઈ ચૌહાણ વગેરે દ્વારા આયોજન ચર્ચા સંવાદ થયેલ. આભાર વિધિ નારુભાઈ ખમળએ કરી હતી.

ભારતીય જનતા પક્ષ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહેલ છે, જેમાં ભાજપ મહિલા મોરચા સહિત તમામ હોદ્દેદારો સક્રિય રહેલ છે અને હરખભેર યુવાનો સહિત સૌ સદસ્ય બની રહેલ છે. આ માટે પ્રદેશ સંગઠનનાં માર્ગદર્શન સાથે જિલ્લામાં વિધાનસભા તેમજ મંડળ વાર નોંધણી ચાલતી હોવાનું પ્રવક્તા કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार