सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લામાં ચોમાસાની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની એક-એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી

સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં ચોમાસુ સિઝનની શરૂઆત થતા વરસાદ વરસી રહ્યો છે.

શૈશવ રાવ નર્મદા
  • Jul 2 2024 2:59PM
સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં ચોમાસુ સિઝનની શરૂઆત થતા વરસાદ વરસી રહ્યો છે. અગમચેતી અને તકેદારીના ભાગરૂપે જિલ્લા આપત્તી વ્યવસ્થાપન એકમ દ્વારા અગાઉ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે નીચાળવાળા વિસ્તારના તથા નદી કિનારાના ગામોમાં જઈને નાગરિકોને બચાવ અને રાહત કામગીરી અંગેની તાલીમો આપવામાં આવી હતી. 

જિલ્લામાં હાલ વરસાદની સિઝન હોય આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતને પહોંચી વળવા માટે તેમજ બચાવ અને રાહતની કામગીરી ઝડપથી થઈ શકે તે માટે નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના રામપુરા ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(SDRF) ની ટીમો અદ્યતન સાધનો સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને પહોંચી વળવા જરૂરી સાધનો સાથે પડકારો સામે લડવા માટે આ ટીમો સુસજ્જ છે.          
       
એન.ડી.આર.એફ. ટીમ પાસે પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે ફ્લડ વોટર રેસ્ક્યુ માટેના વિવિધ સાધનો ઉપલબ્ધ છે, જેમાં ઈનફ્લેટેબલ રબર બોટ્સ (આઇ.આર.બી.) તેના પર બેસાડીને ચલાવવા માટે ઓ.બી.એમ.મોટર, લાઇફ જેકેટ, લાઇફ ગાર્ડ, કટર અને મજબૂત દોરડાનો સમાવેશ થાય છે. વાયરલેસ સેટ, ગુડ ડિપ્લોયમેન્ટ એન્ટેના, સેટેલાઇટ ફોન વગેરે કોમ્યુનિકેશનના અદ્યતન સાધનો પણ આ ટીમો ધરાવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार