सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લામાં પાંચ દિવસમાં ૧૦૧ ગામોમાં રૂ.૫૩૪.૭૫ લાખના ૨૧૩ વિકાસકામોનું કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

આજે જિલ્લાના ૧૮ ગામોમાં આજે રૂ.૧૩૮.૧૭૫ લાખના કુલ ૪૬ કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરાશે

યેશા શાહ
  • Aug 9 2024 5:36PM
ખેડા જિલ્લામાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા.૦૫ ઓગસ્ટ થી તા.૧૨ ઓગસ્ટ દરમિયાન વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ,ખાતમુહુર્તના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

ખેડા જિલ્લાના ૧૮ ગામોમાં આજે રૂ.૧૩૮.૧૭૫ લાખના કુલ ૪૬ કામોનું ખાતમુહુર્ત, લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  ગઈકાલે  જિલ્લાના ૧૦ ગામોમાં રૂ.૧૮૫.૧૩ લાખના કુલ ૫૧ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું  હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસમાં જિલ્લાના ૧૦૧ ગામોમાં રૂ.૫૩૪.૭૫ લાખના ૨૧૩ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આ કામોમાં આંગણવાડી બાંધકામ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર શૌચાલય, પીવાનું પાણી, બોર, પેવર બ્લોક, ગટરલાઈન, પાણીની પાઈપલાઈન, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરલાઈન જેવા ગ્રામ્ય જનસુવિધા અને જનસુખાકારીનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત સ્થાનિક ધારાસભ્ય, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લામાં આવતી કાલે તા.૧૦ ઓગસ્ટ, શનિવારના રોજ ૧૬ ગામોમાં રૂ.૧૫૦.૮૫ લાખના કુલ ૪૯ કામોનું લોકાર્પણ,ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार