सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સ્વાતંત્ર પર્વ રાજ્ય ઉત્સવ: નડિયાદ-ખેડા

જીએડીના મુખ્ય પ્રોટોકોલ અધિકારી અને માર્ગ-મકાન વિભાગના સચિવશ્રીએ વિવિધ કાર્યક્રમ સ્થળોની મુલાકાત લીધી

કામાક્ષી પ્રચેત મેહતા
  • Aug 9 2024 6:34PM
સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું 

ખેડા જિલ્લામાં ૭૮માં સ્વાતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વતંત્ર પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે નડિયાદમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. 

આ કાર્યક્રમોની પુર્ણ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ કામગીરીની આજે સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય પ્રોટોકોલ અધિકારીશ્રી જ્વલંત ત્રિવેદી અને માર્ગ અને મકાન વિભાગનાં સચિવશ્રી એ.કે.પટેલે કાર્યક્રમોના સ્થળોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શક સુચનો કર્યા હતા. કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિતે યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓની વિગતો આપી હતી. 

15 મી ઓગસ્ટ, સ્વાતંત્ર દિન ઉજવણીના રાજ્ય કક્ષાના કાર્યક્રમના આયોજન અંતર્ગત ચીફ સેક્રેટરીશ્રી જ્વલંત ત્રિવેદી અને આરએન્ડબી વિભાગનાં સેક્રેટરીશ્રી એ.કે.પટેલે સ્વતંત્ર દિન ઉજવણી અંતર્ગત કાર્યક્રમના સ્થળોની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવ સહિત તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી કામગીરીની રૂપરેખા સમજાવી હતી.

આ બન્ને અધિકારીશ્રીઓએ હેલિપેડ ગ્રાઉન્ડ, યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર, એસઆરપી ગ્રાઉન્ડ ખાતે મુલાકાત લઈ સાંસ્કૃતિક કાર્યક્રમ, એટ હોમ કાર્યક્રમ અને ધ્વજવદંનના કાર્યક્રમના આયોજન હેઠળ સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, એન્ટ્રી ગેટ, ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે સંદર્ભે થયેલ કામગીરીનું નિરીક્ષણ જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. સાથે જ એપીએમસી ગ્રાઉન્ડ સામે, પિપલગ ખાતે 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.

મુલાકાત વેળાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા, પોલીસ અધિક્ષક(એસઆરપીએફ)શ્રી અતુલ બંસલ, આસિસ્ટન્ટ કલેકટર શ્રી અંચૂ વિલસન, જિલ્લા વન સંરક્ષકશ્રી અભિષેક સામરીયા, અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોશી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार