सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સંત અને ભગવાન જ હેતુ વગર કૃપા કરી શકે - ઉમાશંકર વ્યાસજી

મહુવા કૈલાસ ગુરુકુળમાં શ્રી મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠી

મૂકેશ પંડિત
  • Aug 9 2024 4:46PM
મહુવા કૈલાસ ગુરુકુળમાં મોરારિબાપુનાં સાનિધ્યમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠીમાં વિદ્વાન કથાકારો દ્વારા મનનીય વક્તવ્યનો લાભ મળી રહ્યો છે. આ પ્રસંગે ઉમાશંકર વ્યાસજીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે, સંત અને ભગવાન જ હેતુ વગર કૃપા કરી શકે છે.

સંત તુલસીદાસજી જન્મોત્સવ ઉપક્રમે મોરારિબાપુ પ્રેરિત તુલસી સાહિત્ય સંગોષ્ઠીનો ગઈકાલ બુધવારથી કૈલાસ ગુરુકુળમાં પ્રારંભ થયો છે. 

સંગોષ્ઠીમાં ચિંતન ઉદ્બોધન કરતાં બરેલીનાં ઉમાશંકર વ્યાસજીએ મારીચ અને રામ અરસપરસ પ્રેમી અને પ્રિયતમ હોવાનું જણાવી તુલનાત્મક રોચક વાત કરી તેઓએ સાર રૂપ કહ્યું કે સંત અને ભગવાન જ હેતુ વગર કૃપા કરી શકે છે. તેઓએ મોરારિબાપુ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાની ત્રિવેણી સર્વત્ર વહેતી રહે તેવી કામના કરી.

ઈન્દોરનાં જાણીતાં વક્તા મુરલીધર મહારાજે શાસ્ત્રીય રાગરાગણી સાથેનાં ઉદ્બોધનમાં શોષણ અને પોષણ તત્વ અંગે નિરૂપણ કરી સંતની મહત્તા સમજાવી.

સંગોષ્ઠી બીજા દિવસનાં પ્રથમ સત્રમાં આ સાથે વકતાઓમાં રાઘવેન્દ્રદાસ રામાયણી (ઓરછા), વિજયરાઘવદાસજી (અયોધ્યા), સુનિતા શાસ્ત્રીજી (જબલપુર), શિવાકાંત મિશ્રાજી (વારાણસી), સીતાદીદી (ઓમકારેશ્વર),  કૌશલકિશોરજી (આઝમગઢ), શ્યામપ્રસાદ ચતુર્વેદીજી (બક્સર) તથા ગુરૂપ્રસાદજી (પંચખોટ) રહ્યાં હતાં.

હરિશ્ચંદ્રભાઈ જોષીનાં પ્રારંભિક ઉદ્બોધન સાથે પ્રથમ સત્રમાં અચ્યુતાનંદ પાઠક અને બીજા સત્રમાં સુધીરચંદ્ર ત્રિપાઠી સંચાલનમાં રહ્યાં.

સ્વામી નિજાનંદજી મહારાજે આ પ્રસંગે જણાવ્યું કે વર્ષો પહેલાં શિકાગોમાં સ્વામી વિવેકાનંદજી દ્વારા સનાતન ધર્મ સંદેશો અપાયાં બાદ મોરારિબાપુ દ્વારા પણ ન્યુયોર્કમાં રામકથા દ્વારા ઐતિહાસિક ધર્મસંદેશો વસુધૈવ કુટુમ્બકમ માટે આપ્યો, જે સૌ માટે ગૌરવ રૂપ વૈશ્વિક ઘટના છે તેમ જણાવી ભારતીય સનાતન સંસ્કૃતિનું મહાત્મ્ય રજૂ કર્યું.

બીજા દિવસે બપોર બાદ બીજા સત્રમાં કથાકાર વક્તાઓ કિશોર ઉપાધ્યાયજી (ઝારખંડ), અરિમર્દન શાસ્ત્રીજી (બુંદેલખંડ), રવિપ્રકાશ મિશ્રાજી (સિવાન),  મિથીલેશ્વરજી (ઉરઈ), પ્રભાકર ત્રિપાઠીજી (વારાણસી), આસ્થા દૂબેજી (જબલપુર), અંકુશ મહારાજ (ઉરઈ), મદનમોહન મિશ્રાજી (વારાણસી), અંકુશ મહારાજ (ઓરૈયા) અને આશિષ મિશ્રાજી (વારાણસી) દ્વારા રામચરિત માનસ અને સંબંધિત પ્રસંગ પાસાઓનું રસમય નિરૂપણ કરવામાં આવ્યું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार