सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દેશની આન બાન અને શાન એવા ત્રિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમુલો અવસર આવ્યો

તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ સુધી ધ્વજ સંહિતાને ધ્યાનમાં રાખીને "હર ઘર તિરંગા" લહેરાવીને રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સુવર્ણ અવસર

કામાક્ષી પ્રચેત મેહતા
  • Aug 9 2024 12:55PM

તિરંગાને લહેરાતો જોવો એ દરેક ભારતીય માટે ગર્વ અને આનંદની ક્ષણ

નડિયાદમાં તા.૧૨ ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન


સંત,સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદના આંગણે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી જે ખેડા વાસીઓ માટે ગૌરવની બાબત છે.દેશને આઝાદી અપાવવામાં ખેડા જિલ્લાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.આઝાદીના અમૃતકાળના સુવર્ણ અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસ સુધી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગો ફરકવાનું આહ્વાન કર્યું છે. આ આહવાનને દરેક ભારતવાસીઓ ઉમળકાભેર ઝીલીને દેશની એકતા અને અખંડિતતાના સમગ્ર વિશ્વને દર્શન કરાવશે.

સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે નડિયાદમાં તા.૧૨ ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ તિરંગા યાત્રામાં નડિયાદ શહેરના નાગરિકોને જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.આગામી તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ સુધી ધ્વજ સંહિતાને ધ્યાનમાં રાખીને "હર ઘર તિરંગા" લહેરાવીને રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સુવર્ણ અવસરને ઝડપી લેશે ત્યારે ખેડા વાસીઓ પણ  તિરંગો લહેરાવીને દેશપ્રેમના રંગમાં રંગવામાં કોઈ કચાસ છોડશે નહી.આપણો તિરંગો ચંદ્રયાન થકી ચંદ્ર પર અને વિદેશી ભૂમિ પર પણ શાનથી લહેરાઈ રહ્યો છે. 

આજે આપણા દેશની આન બાન અને શાન એવા ત્રિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમુલો અવસર સાંપડ્યો છે. આઝાદીના ૭૭માં વર્ષને પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફરીથી તમામ દેશવાસીઓને પોતાના ઘરે, કાર્યસ્થળે, દુકાને અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટેનું આહવાન કર્યું છે.

ભારતનો ત્રિરંગો માત્ર એક કપડાનો ટુકડો નથી પરંતુ સમૃદ્ધ  ઇતિહાસ, સાંસ્કૃતિક વિવિધતા અને ભવિષ્યની આકાંક્ષાઓનું પ્રતીક છે. કોઈપણ દેશવાસી દૂરથી પણ આપણા તિરંગાને જુએ ત્યારે દેશભક્તિ અને ગર્વની લાગણી અનુભવે છે. જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં તિરંગો હોય ત્યારે તે દેશ પ્રત્યે વફાદારી અને પ્રેમ વ્યક્ત કરતો હોય છે.

આપણો રાષ્ટ્રીય ધ્વજ ઐતિહાસિક બલિદાનો અને શોર્યની દેણ છે. અનેક વીરોની શહીદી, બલિદાન અને અનેક વર્ષોની આકરી તપસ્યા બાદ આપણો તિરંગો આટલી શાનથી લહેરાતો હોય છે. જ્યારે રમતવીરો, રાજદ્વારીઓ અને સાંસ્કૃતિક વિનિમય જેવા કાર્યક્રમોમાં આપણો તિરંગો લહેરાતો હોય તો દરેક દેશવાસીઓની છાતી ગજ ગજ ફૂલતી હોય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार