सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરેઠમાં ઢાળ વગરના વરસાદી પાણીની ખુલ્લી કાંસમાં વર્ષોથી ભરાઈ રહેતું ગટરનું દુષિત પાણી : જિલ્લા પેટા કાંસ વિભાગને રજુવાત કરતા મળે છે ઉદ્ધત જવાબ

પરિસ્થિતિ અંગે પૃચ્છા કરતા ઉમરેઠ નગરપાલિકા, આણંદ જિલ્લા ચિંચાઈ વિભાગ, જિલ્લા પેટા કાંસ વિભાગ બધા એકબીજા પર ઢોળે છે પણ હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાંની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી

ધનંજય શુક્લ
  • Jun 19 2024 11:34AM
આણંદ જિલ્લા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ લાગે છે કુંભકર્ણની નિંદ્રામાં સૂતો છે તો જ તાલુકા મથક ઉમરેઠના રહીશોના સ્વાસ્થ્ય બગાડનાર આ વિષયે વર્ષોથી મૌન થઈને બેઠા છે

છેલ્લા પાંચ વર્ષથી અનેક લોકોએ ખુલ્લી કાંસના આ ગંભીર વિષયે જે તે વિભાગ અને ઉમરેઠ નગરપાલિકામાં અઢળક રજુવાતો કરી છે પણ સરકારી બાબુઓના પેટનું પાણી સુદ્ધાં નથી હાલતું

આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં ગામની ઓડ ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી કાંસ છેલા દાઈકાઓ થી છે. પણ છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી આ કાંસમાં ગટરનું પ્રદુષિત પાણી, મેડિકલ વેસ્ટ અને દુનિયા ભરનો કચરો જ એકઠો થઇ રહેલ જોવા મળે છે. દર વર્ષે વરસાદની ઋતુ પહેલા તાલુકા સ્તર પર એક બેઠક થાય છે અને ત્યાર બાદ આ કાંસને સાફ કરવાની પ્રવૃત્તિ હાથ ધરાતી હોય છે. પણ મૂળ વિષય એવો છે કે ઉમરેઠ લીંગડા રોડ પરની આ કાંસનો ઢાળ આગળ જતા ખુબ ઓછો થઇ ગયેલ છે જેથી દામોદરિયા વડની સામે કાંસ બ્લોક થઇ ગયેલ છે. બારે મહિના ગટરની જે ગંદકી કાંસમાં વહે છે તે દામોદરિયા વડની સામે એકઠું થાય છે. ત્યાં જાણે એક નાનું તળાવ જ બની ગયું હોય એમ લાગે છે ગતેના ગંદા પાણીનું.

આ સમગ્ર બાબતે ઉમરેઠ નગરપાલિકા ચીફ ઓફિસર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ કામ ચિંચાઈ અને કાંસ વિભાગ હેઠળ આવે છે માટે અમે આમાં કસું જ ન કરી શકીયે અને આ રીતે ઉમરેઠ નગરપાલિકા આ જવાબદારીમાં થી પોતાને સ્વયંભુ મુક્ત કરે છે. તો આ પ્રશ્નના સમાધાન માટે આણંદ જિલ્લા સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જીનીયર પઠાણ સાહેબને રજુવાત કરતા તેઓનું કહેવું એવુ હતું કે આપ અમને કહો છો તેના કરતા ઉમરેઠ નગરપાલિકા ને જ કહો ને કે કાંસમાં ગટરની ગંદકી અને કચરો ન જવા દે. વધુમાં તેમણે રજુવાત કરતા તેઓએ જણાવ્યું કે બાજુના જ બિલ્ડીંગમાં પેટા કાંસ વિભાગની કચેરી છે તો ત્યાં જઈને આ વિષયે રજુવાત કરો. પેટા કાંસ વિભાગમાં જઈને ત્યાંના મુખ્ય અધિકારી પાંડે મેડમને કાંસના ખોટા ઢાળ, જરૂર કરતા પહોળો થવાંથી અંદર પડતા સાધનો, આગળ થયેલ બ્લોકેજ દરેક મુદ્દા પર રજુવાત કરવામાં આવી. તો પાંડે બહેને સ્પષ્ટ જવાબ આપી દીધો કે અમને ખબર છે શું કરવાનું છે અને અમારા આપેલ ગાઈડન્સ મુજબ જ કામ થઇ રહ્યું છે. વધુમાં કાંસ સાફસફાઈ સમયે દેખરેખ રખનાર સરકારી વ્યક્તિનો મોબાઈલ નંબર માંગતા બહેને નંબર આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. હવે કોઈ વ્યક્તિ છે જ નહી પેટા કાંસ વિભાગમાં થી દેખરેખ રખનારું માટે નંબર આપવાની ના પાડી કે કંઈક છુપાવાની કોશિષમાં ના પાડી એ અભ્યાસનો વિષય. જ્યારે પાંડે બહેનને જણાવવામાં આવ્યું કે દર વર્ષેવા પધ્ધતિથી કાંસ સાફ કરવામાં કાંસ પહોળો થઇ ગયો છે અને રાત્રે રીક્સા કે બાઈક અવાર નવાર કાંસમાં પડે છે તો તેમણે અભિમાન ભર્યો વગર જવાબદારી લનો જવાબ આપ્યો કે "કાંસની જોડેની જમીન અમારી જ કહેવાય તો ભલે પહોળો થાય"

હવે આવી પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિ પોતાની તકલીફ લઈને કોની જોડે જાય ! અલગ અલગ સરકારી મહેકમ પરિસ્થિતિના જવાબદાર એકબીજાને ગણે છે અને આ સરકારી કચેરીઓની નૂરાકુસ્તીમાં પ્રજા ચારે કોરથી પીસાઈ રહી છે.

આણંદ જિલ્લા સિંચાઈ ખાતાના ડેપ્યુટી ઈજનેર પઠાણ સાહેબને આ વિષયે રજુવાત કરી ત્યારે તેઓએ ઉમરેઠ નગરપાલિકા માથે દોષારોપણ કરવાનું શરુ કરી દીધું કે નગરપાલિકા શામાટે કાંસમાં ગટરની ગંદકી જવા દે છે. આપ સિંચાઈ ખાતાના ઈજનેર છો તો આપ જ નગરપાલિકાને કહો કે આવું ન થવા દે તેવું કહેતા જ પઠાણ સાહેબે જવાબ આપ્યો કે નગરપાલિકાઓ ને લેટર લખી લખી થાક્યા પણ નગરપાલિકા અમારા લેટરને મહત્વ આપતી જ નથી તો અમે શું કરીએ.

આણંદ જિલ્લા સિંચાઈ વિભાગના ઈજનેર પઠાણ સાહેબે જણાવ્યું કે વરસાદી કાંએ ખુલ્લો જ રાખવો સારો જેથી તેમાં એકઠો થયેલ કચરો સાફ કરી શકાય. પાઇપ નાખીને કવર કરેલ કાંસ સાફ થઇ નથી સકતી. તો પછી ઉમરેઠ લીંગડા રોડ પર સ્વાગત હોટલની આગળ કાંસમાં સિમેન્ટની પાઇપ કોના દ્વારા ફિટ કરવામાં આવી. સિંચાઈ વિભાગ જો પાઇપ નાખવામાં સહમત નથી તો સિંચાઈ વિભાગની વિરુદ્ધ જઈને આ ભૂંગળા નાખ્યાં કોણે ?

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार