सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા-નડીયાદ ક્રાઇમ બ્રાન્ચે બે અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા

એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે આરોપીઓને દબોચી લીધા

યેશા શાહ
  • Aug 1 2024 5:12PM
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ નાસતા ફરતા ડ્રાઇવ અનુસંધાને આરોપીઓને શીધી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ આજ તા.૩૧- ૦૭-૨૦૨૪ના રોજ એલ.સી.બી સ્ટાફના, એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત ગોવિંદભાઇ તથા હેડકો.પંકજકુમાર સોમાભાઇ તથા પો.કો.જીતેન્દ્રકુમાર ગોરધનભાઈ તથા પો.કો.ચૈતન્યકુમાર મહેન્દ્રભાઇ નાઓ કપડવંજ ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન છીપીયાલ ગામ પાસે આવતા એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત નાઓને મળેલ બાતમી હકીકત આધારે કઠલાલ પોલીસ સ્ટેશન પાર્ટ-સી પ્રોહી ગુ.રજી.ન. ૧૦૬/૨૦૧૪ ઇપીકો કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪,, ૧૧૪ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી કાનજીભાઈ બળદેવભાઇ ડાભી રહે. ભરકુડા તા. કઠલાલ જી.ખેડા નાઓને છીપીયાલ પંચાયત પાસેથી સદરહું આરોપીને ઉક્ત ગુનાના કામે BNSS ૩૫(૧) જે મુજબ અટક કરી કઠલાલ પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે.

બીજા ગુનામાં મહેમદાવાદ બસ સ્ટેશન પાસે આવતા પો.કો.ચૈતન્યકુમાર નાઓને મળેલ બાતમી હકીકત આધારે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસતા ફરતા આરોપી બલરામસિંગ ઉર્ફે મલીન્દસિંગ ઉર્ફે ડોન સ/ઓ મોહનસિંગ ભાદા ( સીકલીગર સરદાર) રહે. મહેમદાવાદ ગુરૂનાનક નગર, નવજીવન સોસાયટી પાછળ, સીખવાડા તા.મહેમદાવાદ જી.ખેડા-નડીઆદ નાઓને તેના ઘરેથી સદરહું આરોપીને ઉક્ત ગુનાના કામે BNSS ૩૫(૧) જે મુજબ અટક કરી મહેમદાવાદ પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार