सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બદ્રિનાથજી ધામમાં થરાદના મલુપુર ગામના યાત્રિકનું હાર્ટએટેકથી સ્વર્ગવાસ, વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાવી થરાદના ધારાસભ્ય બન્યા સાચા લોકસેવક

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામના શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ ગયેલ હતા, જે પૈકી ગઈકાલે યાત્રાળુ ભુરાભાઈ રાણાભાઈ નાઈની અચાનક તબિયત લથડી હતી

અરવિંદ પુરોહિત
  • Oct 2 2024 5:22PM

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મલુપુર ગામના શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ ગયેલ હતા, જે પૈકી ગઈકાલે યાત્રાળુ ભુરાભાઈ રાણાભાઈ નાઈની અચાનક તબિયત લથડી હતી અને એમને હાર્ટ એટેક  આવતા બદ્રીનાથજી ધામમાં જ એમનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થરાદના માન. ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના માન.અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને થતા એમણે તાબડતોબ ગુજરાત સરકાર અને ઉત્તરાખંડના સરકારના અધિકારીઓને જાણ કરીને પાર્થિવ દેહને વતનમાં પરત લાવવાની વ્યવસ્થા સુનિશ્વિત કરાવી હતી, એ માટે જરૂરી મરણનું પ્રમાણપત્ર અને બીજા જરૂરી પ્રમાણપત્રો તાત્કાલિક અપાવડાવીને પાર્થિવ દેહને આજે સવારે જ વતનમાં બદ્રીનાથથી દહેરાદૂન એમ્બ્યુલન્સથી અને ત્યારબાદ દહેરાદૂન થી વિમાનમાર્ગે વતનમાં લાવવાની સઘળી વ્યવસ્થા કરાવી હતી.

આ દરમિયાન મૃતકના પરિવારજનોએ મૃતકના અગ્નિ સંસ્કાર હરિદ્વાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા તેઓએ એ માટેની વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરાવી છે, હાલમાં પાર્થિવ દેહને હરિદ્વાર લાવવામાં આવી રહ્યો છે અને મૃતકના પરિવારજનો પણ હરિદ્વાર જવા રવાના થઈ ગયા છે. આ અચાનક બની ગયેલ ઘટનામાં ધારાસભ્ય શંકરભાઈએ એક સાચા લોકસેવક તરીકે ખૂબ મદદ કરી હોવાનું મૃતકના ભાઈ વિરમભાઈ નાઈ અને તેમની સાથે રહેલ વશરામભાઈ દેસાઈએ જણાવ્યું હતું, એમણે અને મૃતકના પરિવારજનોએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત સરકારના રાહત કમિશનર, રાહત નિયામક અને અન્ય અધિકારીઓ તથા ઉત્તરાખંડ સરકારના સાથ સહકાર બદલ આ તબક્કે આભારની લાગણી વ્યક્ત કરી છે. 
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार