सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વ્યારાના કસવાવ ખાતે સરપંચ અને ઉપસરપંચ સાળી-બનેવી હોવાથી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

સરપંચ દ્વારા હિન્દુ સમાજના લોકોના કામ નથી કરતા હોવાની સાથે 1,77,000/-ના શૌચાલયો ચર્ચને ફાળવી દેવાના ગંભીર આક્ષેપ સાથે ગ્રામ પંચાયત પર ગ્રામજનો ટોળે ભરાયા

વિકાસ શાહ
  • Aug 13 2024 12:12PM

વ્યારા તાલુકાના કસવાવ ગામ ખાતે ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ બંને હોદ્દેદારો એકજ ઘર કુટુંબના હોવાથી સમગ્ર ગામ અને ગામના ફળીયામાં થવા પાત્ર સરકારી રોડ રસ્તા, સરકારી આવાસો, શૌચાલય,બાથરૂમ તથા બીજી અનેક જાતની યોજનામાં ખ્રિસ્તી સમાજ તરફી કામગીરી કરવામાં આવતી હોય છે. જેથી તત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી.

વ્યારા તાલુકાના કસવાવ ખાતે સરપંચ અને ઉપસરપંચ સાળી-  બનેવી હોવાથી ગામના તમામ સરકારી ગામને લગતા કામમાં એક તરફી રીતે કામગીરી અને ભારે માત્રમાં ગોબાચારી થતી આવેલ છે અને થઈ રહેલ છે. સરકારી યોજનામાં આવતા રોડ રસ્તા, બાથરૂમ તથા ગરીબોના આવાસોની કામગીરીમાં કોઈ ગુણવત્તા રહેવા પામી નથી. બંને હોદ્દાઓ એકજ કુટુંબ/ઘરમાં હોઈ કોઈપણ કામગીરી મનસ્વી, મનસુબી રીતે કરવામાં આવે છે તદ૫રાંત સમગ્ર ગામમાં મોટાભાગના વોર્ડના લોકો સાથે કોઈપણ કામગીરી કે કેટલીક બાબતોમાં ગેરવર્તન કરે છે. ગામમાં ગ્રામજનોની કોઈપણ બાબતમાં સરપંચ/ઉપસરપંચ કોઈપણ જાતનો રસ લેતા નથી.

 સમગ્ર ગામ અને ગામની પ્રજા તેઓની હારસતની જાગીરી હોઈ તેવુ માનીને લોકોને ડરામણી છટા ઊભી કરવામાં આવેલ છે.આવા અનેક આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.

તેમજ ગ્રામ પંચાયત કસવાવ માટે તાલુકા કક્ષાએથી ફાળવેલ/ મંજુર થયેલ શૌચાલયની સગવડ ગામમાં ૩ થી ૪ હિન્દુ ધર્મના  મંદિરો હોઈ ત્યાં અવિરત પૂંજાપાઠ થતી આવેલ છે તેવી જગ્યાએ કરવાને બદલે ગામમાં ખ્રિસ્તી ધર્મના ચર્ચ પર અદ્યતન સગવડ ઉભી કરવામાં આવેલ છે. જેમાં સહાનુભુતિ પૂર્વક વાત કરવા જતા બંને હોદ્દેદારો તોછડી ભાષામાં અભદ્ર શબ્દો અને તેવી અશિસ્ત ભાષામાં વાત કરે છે.

 તદ્ઉપરાંત ગ્રામપંચાયત કસવાસના તલાટી મંત્રીને પણ કોઈ ગણકારતા નથી અને આજ દિન સુધી ગામમાં જે કોઈ સરકારી કામો થયેલ છે કે કરવામાં આવેલ છે તેમાં માત્ર વેઠ ઉતારો કરવામાં આવેલ છે.અને બંને હોદ્દેદારો ખ્રિસ્તી ધર્મ માં માનતા હોવાથી તેમના દ્વારા ખ્રિસ્તી ધર્મને લગતી અધતન સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેવા આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

આ અગાઉ એક સ્થાનિક વ્યકિત દ્વારા રસ્તા બાબતે ઉપસરપંચને પૂછવામાં આવ્યું હતું. ત્યારે ઉપચાર પછી દ્વારા આ વ્યક્તિને અપશબ્દો બોલી ગાળો આપવામાં આવી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ પણ આપવામાં આવી હતી. આમ સરપંચ અને ઉપસરપંચ દ્વારા ગામમાં પોતાની મનમાની ચલાવીને અંધેર વહીવટ કરવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार