યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવાર યુવતીની મુંબઇ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુવતીની ઓળખ ફાતિમાં ખાન તરીકે થઇ છે. તે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્લાસનગર જિલ્લામાં રહે છે. તેમણે આઇટીમાં બીએસસી કર્યું છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર તેમના પિતાને લાકડાનો ધંધો છે, છોકરી ભણેલી છે પણ માનસિક રીતે બિમાર છે, અસ્થીર છે. યુવતી દ્વારા મુંબઇ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી એક મેસેજ આવ્યો હતો. જેમા યોગી આદિત્યનાથને ધમકી આપવામાં આવી હતી, કે 10 દિસવની અંદર જો સીએમ પદ નહી છોડે તો બાબા સિદ્દીકી જેવી હાલત કરવામાં આવશે.
ધમકી આપનારી મહિલા કોણ ?
મહિલાની ઓળખ ફાતિમા ખાન તરીકે થઈ છે. મહિલા શિક્ષિત છે અને તેણે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં BSC કર્યું છે. ફાતિમા તેના પરિવાર સાથે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર વિસ્તારમાં રહે છે. અધિકારીએ જણાવ્યું કે તેના પિતા લાકડાનો વ્યવસાય કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા સારી રીતે ભણેલી છે, પરંતુ માનસિક રીતે અસ્થિર છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રાચાર માટે આવી શકે છે યોગી
આદિત્યનાથ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મહારાષ્ટ્ર આવી શકે છે અને તેથી પોલીસ એલર્ટ પર છે. ઉલ્લેખનીય છે કે 12 ઓક્ટોબરે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.